ટામેટાના ભાવ 160 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા, જાણો કેમ વધી રહ્યા છે ભાવ?

તાજેતરમાં શાકભાજી અને તેમાં પણ ખાસ ટામેટાંના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. શિયાળામાં 20 રૂપિયાના ભાવે મળતા ટામેટાંનો ભાવ ઘણા શહેરોમાં 100 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે.

નવી દિલ્હી : તાજેતરમાં શાકભાજી અને તેમાં પણ ખાસ ટામેટાંના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે. શિયાળામાં 20 રૂપિયાના ભાવે મળતા ટામેટાંનો ભાવ ઘણા શહેરોમાં 100 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે. ચેન્નઈમાં ટામેટાંનો ભાવ 160 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહ્યો છે. આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં પૂરના કારણે પાક નિષ્ફળ જવાને કારણે ટામેટાના ભાવ આસમાને છે. ઓછી ઉપજ અને વધુ માંગ તેમજ વધતા પરિવહન ખર્ચને કારણે ટામેટાં મોંઘા થઈ રહ્યાં છે.

Tomato prices

બેંગ્લોરમાં ટામેટાનો ભાવ 110 રૂપિયા પ્રતિ કિલો અને ડુંગળીનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. એવી જ રીતે મુંબઈમાં ડુંગળી 60 રૂપિયા પ્રતિ કિલો અને ટામેટા 80 રૂપિયા પ્રતિ કિલો મળી રહી છે. દિલ્હીમાં પણ ટામેટાના ભાવ 70-100 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા છે. શાકભાજીના જથ્થાબંધ વેપારીઓનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને કારણે શાકભાજીના ભાવમાં ભારે વધારો થયો છે.

ચેન્નઈમાં ટામેટાની કિંમત 160 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. સોમવારે શહેરના કોયમ્બેડુ હોલસેલ માર્કેટમાં ટામેટાંની દોઢ ગણી ઓછી આવક નોંધાઈ હતી. છેલ્લા 15 દિવસમાં આ સૌથી ઓછી આવક છે. માંડવેલી, માયલાપોર અને નંદનમના છૂટક બજારમાં ટામેટા 140 થી 160 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. એપ આધારિત ગ્રોસરી સ્ટાર્ટઅપ્સ 120 રૂપિયામાં ટામેટાં વેચી રહ્યાં છે.

ફેડરેશન ઓફ હોલસેલ વેજીટેબલ માર્કેટ એસોસિએશન કોયમ્બેડુના સેક્રેટરી એસ ચંદ્રને જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ટામેટા ઉગાડતા વિસ્તારો વરસાદને કારણે ખરાબ રીતે પ્રભાવિત થયા છે. જેના કારણે પાકને નુકસાન થયું છે. અગાઉ ખેતરમાંથી 500 રૂપિયામાં 27 કિલો ટામેટા ખરીદવામાં આવતા હતા, જે હવે 3000 રૂપિયા સુધી પહોંચી ગયા છે. ટામેટાના ભાવ ભાગ્યે જ આ સ્તરે ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X