રાજસ્થાનના ટોંકમાં નદીના પ્રવાહમાં ફસાયો ટ્રક, લોકો બચાવવાનો પ્રયત્ન

વધારાના પોલીસ અધીક્ષક વિનીત કુમારે આ જાણકારી આપતાં જણાવ્યું હતું કે ટોંકથી કોટા તરફ જઇ રહેલો ટ્રક પાણીના તેજ પ્રવાહમાંથી નિકળવાના પ્રયત્નમાં ફસાઇ ગયો હતો. ટ્રકમાં બાર લોકો સવાર હતા.
તેમણે જણાવ્યું હતું કે ગ્રામીણો પાસેથી આ અંગે સૂચના મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ અને સાત લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. તો બીજી તરફ બાકીના લોકો કાઢવા માટે ડિઝાસ્ટર મેનેજમેંટની ટીમ પ્રયત્ન કરી રહી છે.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/RMGXTRE4p1E?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>
આ બધા લોકો ટોંક નજીક ગહલોદ ક્ષેત્રમાં બનાસ નદીમાં બજરી ભરવા ગયા હતા પરંતુ બનાસ નદીનું પાણી અચાનક વધી જતાં આ બધા ટ્રક સાથે ફસાઇ ગયા હતા. સવારે નવ વાગ્યાથી આ બધા લોકો ફસાયેલા છે, આ લોકોને બચાવવા માટે હવે વહિવટી તંત્રએ હેલિકોપ્ટર મંગાવ્યું છે.
પોલીસના અનુસાર ડિઝાસ્ટર મેનેજમેંટ અને જિલ્લા વહિવટીતંત્રના અધિકારી ઘટનાસ્થળે પહોંચીને ટ્રકમાં ફસાયેલા પાંચ લોકોને સુરક્ષિત કાઢવાના પ્રયત્નમાં લાગી ગઇ છે. તેમણે જણાવ્યું હતું કે પાણીનો પ્રવાહ સવારથી ઓછો થઇ ગયો છે. ટ્રક તેજ પ્રવાહના લીધે નમી ગયો છે જે જગ્યાએ ટ્રક ફસાયેલ છે સામાન્ય રીતે વરસાદના સમયે અહીં પાણીનો પ્રવાહ વધુ હોય છે.












Click it and Unblock the Notifications
