પાકિસ્તાનમાં મજા કરતા, ભારતના 10 મોસ્ટવોન્ટેડ
નવી દિલ્હી: 23 ઓગષ્ટ રવિવારના રોજ પાકિસ્તાનના એનએસએ સરતાજ અઝીઝ અને ભારતના એનએસએ અજીત ડોભાલ ચર્ચા માટે જ્યારે આમને સામને થવાના છે ત્યારે અનેક મુદ્દે ચર્ચા થશે. તેમાંથી એક મુદ્દો પાકિસ્તાનમાં મોજ કરી રહેલા 10 મોસ્ટવોન્ટેડ આતંકીઓનો પણ હશે.
આ તમામ આતંકી ભારત માટે મોસ્ટવોન્ટેડ છે, પણ પાકિસ્તાન માટે માત્ર નાગરિક છે. ભારત તરફથી પાકિસ્તાનને જે ડોઝિયર આપવામાં આવશે, તેમાં પાકિસ્તાનમાં રહેલા 10 મોસ્ટવોન્ટેડ આતંકીઓના નામ પણ હશે. જેમાં હાફિઝ સઈદથી લઈને ઝકી-ઉર-રહમાન લખવી અને મુંબઈ બ્લાસ્ટના આરોપી અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમનો સમાવેશ થાય છે.
આવો જોઈએ તે 10 મોસ્ટવોન્ટેડ આતંકીઓને જેની તલાશમાં ભારત ઘણાં વર્ષોથી છે.

હાફીઝ સઈદ
આતંકી સંગઠન લશ્કરે તૈયબાનો ચીફ અને 26/11નો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ મોસ્ટ વોન્ટેડ લીસ્ટમાં સૌથી ઉપર છે.

ઝકી-ઉર-રહેમાન-લખવી
લશ્કરે તૈયબામાં નંબર બેની હેસિયત છે. ઝકી-ઉર-રહેમાન-લખવી 26/11ના હુમલા બાદ મોસ્ટ વોન્ટેડ છે.

સાજીદ માજીદ
સાજીદ માજીદનું નામ ડેવિડ હેડલીની પૂછપરછ દરમ્યાન બહાર આવ્યું હતુ. ડેવિડે સાજીદને હેન્ડલર તરીકે ગણાવ્યો હતો.

સૈયદ હાશિમ અબ્દુલ રહેમાન પાશા
પાશા પાકિસ્તાન આર્મીમાં ઓફિસર હતો. 26/11ના હુમલાઓમાં તે કૉ-ઑર્ડિનેટર તરીકે જોડાયો હતો. પાક હંમેશા આ નામનો કોઈ નાગરિક નહીં હોવાની વાત જણાવે છે.

મેજર ઈકબાલ
મેજર ઈકબાલ પણ પાક સેનામાં હતો. 26/11 હુમલામાં તે હેડલીનો હેન્ડલર હતો. તેના પર FBIદ્વારા પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. NIA દ્વારા તૈયાર કરવામાં આવેલ લીસ્ટમાં તેનું નામ પણ શામેલ છે. તેનો કોઈ ફોટો ઉપલબ્ધ નથી.

મેજર સમીર અલી
પાક સેનાના અન્ય એક ઓફિસરનું નામ હેડલી સાથેની પૂછપરછમાં પહેલી વાર બહાર આવ્યું હતું. 26/11ના હુમલામાં તેણે મેજર ઈકબાલની સાથે મળીને આખીય ઘટનાને કરાંચીથી હેન્ડલ કરી હતી.

દાઉદ ઈબ્રાહીમ
વર્ષ 1993ના બોમ્બ બ્લાસ્ટનો મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનના કરાંચીમાં છે. આઈએસઆઈ દ્વારા તેને સુરક્ષા આપવામાં આવી રહી છે. ભારત ફરી એકવખત આ મુદ્દે વાતચીત કરશે.

ટાઈગર મેમણ
વર્ષ 1993ના બોમ્બ બ્લાસ્ટમાં દાઉદ ઈબ્રાહીમની સાથે ટાઈગર મેમણ પણ મુખ્ય આરોપી છે. તે પણ પાકિસ્તાનના છે. મહત્વપૂર્ણ છે કે ટાઈગરના ભાઈ યાકુબને હાલમાં જ ફાંસી આપવામાં આવી છે.

રિયાઝ ભટકલ
ઈન્ડીયન મુજાહુદ્દીનનો ફાઉન્ડર રિયાઝ ભટકલ કરાંચીમાં છે. ભારતમાં થયેલા ઘણાં આતંકી હુમલાઓનો આરોપી છે

ઈકબાલ ભટકલ
રિયાઝની સાથે ઈકબાલ ભટકલ પણ ઈન્ડીયન મુજાહુદ્દીનનો ફાઉન્ડર છે. ઈકબાલ અને રીયાઝ વર્ષ 2008માં દેશ છોડીને કરાંચી જતા રહ્યાં હતા.












Click it and Unblock the Notifications
