Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'કપડાં સહિત બ્રેસ્ટ પર હાથ લગાવવો યૌન હુમલો નથી', સગીરાના શોષણ પર બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો

બૉમ્બે હાઈકોર્ટે એક 12 વર્ષીય કિશોરીના યૌન ઉત્પીડનના કેસ પર સુનાવણી કરતા મહત્વની ટિપ્પણી કરી છે.

Bombay High Court News: બૉમ્બે હાઈકોર્ટે એક 12 વર્ષીય કિશોરીના યૌન ઉત્પીડનના કેસ પર સુનાવણી કરતા મહત્વની ટિપ્પણી કરી છે. બૉમ્બે હાઈકોર્ટે કહ્યુ છે કે 12 વર્ષની સગીર બાળકીને નિર્વસ્ત્ર કર્યા વિના, તેના બ્રેસ્ટને સ્પર્શવા એ યૌન હુમલો (Sexual Assault)ન કહી શકાય. કોર્ટે કહ્યુ કે પોક્સો એક્ટ હેઠળ યૌન હુમલાને પરિભાષિત કરવા માટે સ્કિન ટુ સ્કિન કૉન્ટેક્ટ જરૂરી છે. કોર્ટે કહ્યુ કે અમે આ રીતના કેસને પોક્સો એક્ટ હેઠળ ન બનાવી શકીએ. કોર્ટે કહ્યુ કે જો કોઈ આરોપી કોઈ મહિલા કે છોકરી સાથે આવી હરકત કરે તો તેની સામે આઈપીસીની કલમ 354(શીલભંગ) હેઠળ કેસ ચલાવવો જોઈએ. હાઈકોર્ટે કોર્ટના આરોપીને પોક્સો એક્ટ હેઠળ છોડી મૂક્યો છે.

bombay hc

હાઈકોર્ટના નાગપુર બેંચના ન્યાયમૂર્તિ પુષ્પા ગનેડીવાલાએ 19 જાન્યુઆરીએ આ આદેશ આપ્યો. જેમાં તેમણે કહ્યુ કે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવા માટે 'ગંદી નિયતથી ત્વચા સાથે ત્વચા(સ્કિન ટુ સ્કિન) સંપર્ક' હોવો જરૂરી છે. ન્યાયમૂર્તિ પુષ્પા ગનેડીવાલાએ કહ્યુ કે માત્ર કપડાની ઉપર સ્પર્શવુ એ યૌન હુમલાની પરિભાષા નથી.

જાણો બૉમ્બે હાઈકોર્ટે કયા કેસ પર સંભળાવ્યો ચુકાદો

ન્યાયમૂર્તિ પુષ્પા ગનેડીવાલાએ આ ચુકાદો એક સેશન્સ કોર્ટના ચુકાદામાં સુધારો કરીને આપ્યો. સેશન્સ કોર્ટે 12 વર્ષીય છોકરીના યૌન ઉત્પીડન કરવા માટે 29 વર્ષીય વ્યક્તિને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી હતી. સેશન્સ કોર્ટે પોક્સો એક્ટ અને આઈપીસીની કલમ 354 હેઠળ આરોપીને ત્રણ વર્ષની સજા સંભળવી હતી. પરંતુ હાઈકોર્ટે આરોપીને પોક્સો એક્ટ હેઠળ છોડી મૂક્યો. આઈપીસીની કલમ 354 હેઠળ તેની સજા ચાલુ રાખી.

બૉમ્બે હાઈકોર્ટે શું શું કહ્યુ?

  • બૉમ્બે હાઈકોર્ટે કહ્યુ છે કે આરોપીએ છોકરીને નિર્વસ્ત્ર કર્યા વિના તેની છાતીને સ્પર્શવાની કોશિશ કરી માટે આ ગુનાને પોક્સો એક્ટ હેઠળ નોંધી શકાય નહિ. આ કેસ આઈપીસીની કલમ 354 હેઠળ મહિલાના શીલ ભંગ કરવાનો છે.
  • કોર્ટે કહ્યુ કે આઈપીસીની કલમ 354 હેઠળ લઘુત્તમ સજા એક વર્ષન છે અને પોક્સો એક્ટ હેઠળ લઘુત્તમ સજા 3 વર્ષની છે.
  • બૉમ્બે હાઈકોર્ટે કહ્યુ છે કે પોક્સો એક્ટના કેસ માટે મજબૂત સાક્ષી અન ગંભીર આરોપ હોવો જોઈએ કારણકે આના માટે સજાની જોગવાઈ કઠોર છે.
  • ન્યાયમૂર્તિ પુષ્પા ગનેડીવાલાએ કહ્યુ કે પોક્સો હેઠળ યૌન હુમલાની પરિભાષામાં જ્યારે કોઈ યૌન મંશા સાથે છોકરીના પ્રાઈવેટ પાર્ટ, બ્રેસ્ટ કે શરીરના અન્ય અંગત અંગોને સ્પર્શે છે, જેમાં સંભોગ કર્યા વિના યૌન મંશાથી શારીરિક સંપર્ક શામેલ હોય, તેને યૌન હુમલો કહેવામાં આવે છે.

જાણો, 12 વર્ષની બાળકીના કેસ વિશે

કોર્ટમાં આપેલ નિવેદનો મુજબ ડિસેમ્બર 2016માં આરોપી સતીષ નાગપુરમાં 12 વર્ષની બાળકીને કોઈ ખાવાની વસ્તુ અપાવવાના બહાને ઘરે લઈ ગયો હતો. ઘરે લઈ ગયા બાદ આરોપીએ સગીરના બ્રેસ્ટને પકડ્યા અને તેને નિર્વસ્ત્ર કરવાની કોશિશ કરી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X