તો આ માટે મોદી ક્યારેય નથી કરતા જયલલિતાની ટીકા
નવી દિલ્હી, 6 માર્ચઃ ભાજપના પીએમપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પોતાની વિરોધી પાર્ટીઓ પર આકરા પ્રહારો કરી રહ્યાં છે, પરંતુ તેમણે મમતા બેનરજી અને જયલલિતા વિરુદ્ધ ક્યારેય ખુલીને પ્રહાર કર્યા નથી. મમતા અંગે તેમને વિશ્વાસ છે કે ચૂંટણી બાદ એનડીએ સાથે આવી શકે છે. જ્યારે જયલલિતાએ ત્રીજા મોરચા સાથે જવાના સંકેત આપ્યા હતા, પરંતુ તેઓ ખુલીને તેના પર કંઇ બોલ્યા નથી. મીડિયામાં આવી રહેલા સમાચારો અનુસાર જયલલિતાએ ત્રીજા મોરચા માટે ના પાડી દીધી છે.

નોંધનીય છે કે થોડા સમય પહેલા જ ડીએમકે પ્રમુખ કરુણાનિધિએ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા અને તેમને પોતાના સારા મિત્ર ગણાવ્યા હતા. જયલલિતા પણ મોદની નજીક છે. અતઃ રાજકીય વિશ્લેષક જયલલિતાની પાર્ટીને ચૂંટણી બાદ એનડીએમાં સામેલ થવાની આશા વ્યક્ત કરી રહી છે.
લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને નવા નવા રાજકીય સમીકરણ જન્મ લઇ રહ્યાં છે. હજુ દિલ્હીમાં 12 પાર્ટીઓએ ગઠબંધન કરી ત્રીજા મોરચાની ઔપચારિક ઘોષણા કરી છે. જે અંગે જેડીયુ નેતા શરદ યાદવનું કહેવું હતું કે, આ થર્ડ ફ્રન્ટ નહીં પરંતુ ફર્સ્ટ ફ્રન્ટ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે મોરચામાં પાર્ટીઓની સંખ્યા વધી શકે છે. જયલલિતાએ ત્રીજા મોરચાની ના પાડ્યા બાદ ચૂંટણી પછી ત્રીજા મોરચાનો દળ ભાજપ અને કોંગ્રેસ સાથે જઇ શકે છે. તમિળનાડુમાં 39 લોકસભા બેઠકો છે.












Click it and Unblock the Notifications
