For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાડીની નમ્બર પ્લેટ પર લખ્યું હતું રામ, ટ્રાફીક પોલીસે આપ્યો મેમો

મેરઠની મેડિકલ કોલેજની સામે, ટ્રાફિક પોલીસે ખોટી નંબર પ્લેટ લગાવવા બદલ એક કાર ચાલકને મેમો આપ્યો હતો. જેને પગલે કારચાલક અને પોલીસ વચ્ચે લાંબી ચર્ચા થઈ હતી. ટ્રાફિક નિરીક્ષક ડી.ડી.દિક્ષિત રવિવારે સાંજે ગ

|
Google Oneindia Gujarati News

મેરઠની મેડિકલ કોલેજની સામે, ટ્રાફિક પોલીસે ખોટી નંબર પ્લેટ લગાવવા બદલ એક કાર ચાલકને મેમો આપ્યો હતો. જેને પગલે કારચાલક અને પોલીસ વચ્ચે લાંબી ચર્ચા થઈ હતી. ટ્રાફિક નિરીક્ષક ડી.ડી.દિક્ષિત રવિવારે સાંજે ગઢ રોડ પર વાહનોની તપાસ કરી રહ્યા હતા. પછી તેમણે એક કાર જોઇ જેનો નંબર ખોટો લખાયો હતો.

Traffic

જ્યારે ટ્રાફિક ઈન્સ્પેકટરે નંબર પ્લેટ સુધારવાની વાત કરી ત્યારે આરોપીએ કહ્યું કે ભલે તમે મેમો આપો પણ નંબર પ્લેટ આ જ રહેશે. જે બાદ નંબર પ્લેટ સ્પષ્ટ ન હોવાથી પોલીસે ઇ-ચલન ઇસ્યુ કર્યું હતું. કાર ડ્રાઈવરે કહ્યું કે આ નંબર મેળવવા માટે તેણે 31 હજાર રૂપિયા ખર્ચ કરવા પડ્યા છે, પછી તેને આ નંબર મળ્યો. પોલીસના ચલણ હોય કે કાર કબજે કરે, નંબર પ્લેટ આ જ રહેશે.

કાર ચાલકે વધુ ખુલાસો કર્યો કે તે શ્રી રામનો ભક્ત છે. પોલીસે કહ્યું કે આ રીતે નંબર પ્લેટ પર લખવું એ મોટર વાહન અધિનિયમનું ઉલ્લંઘન છે અને તેથી 300 રૂપિયા દંડ ફટકાર્યો છે. ટ્રાફિક નિરીક્ષકે જણાવ્યું હતું કે મોટર વાહન અધિનિયમ હેઠળ નંબર પ્લેટ પર નંબર સ્પષ્ટ ન હોય તો દંડ ફટકારવામાં આવી શકે છે. નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. જો નંબર પ્લેટ સુધારવામાં નહીં આવે તો નિયમો મુજબ ડબલ ચલણ કરવામાં આવશે.

આ પણ વાંચો: લખનઉ પોસ્ટર કેસ: યોગી સરકારને સુપ્રીમનો ઝટકો, હાઇકોર્ટના આદેશ પર રોક લગાવવાનો ઇનકાર

English summary
Traffic Police gave memo, Ram on the car's number plate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X