Amritsar Train Accident: નજરે જોનારાએ ટ્રેન ડ્રાઈવરને કહ્યો જૂઠ્ઠો
સમગ્ર દેશને હચમચાવી દેનાર અમૃતસર રેલ દૂર્ઘટના માટે જવાબદાર ટ્રેનના ડ્રાઈવરના દાવાઓને નજરે જોનારા સાક્ષીએ જૂઠ્ઠા ગણાવ્યા છે.
સમગ્ર દેશને હચમચાવી દેનાર અમૃતસર રેલ દૂર્ઘટના માટે જવાબદાર ટ્રેનના ડ્રાઈવરના દાવાઓને નજરે જોનારા સાક્ષીએ જૂઠ્ઠા ગણાવ્યા છે. દૂર્ઘટના સમયે સ્થળ પર હાજર શૈલેન્દ્ર સિહ શૈલીએ મીડિયામાં નિવેદન આપ્યુ છે કે ટ્રેન ડ્રાઈવર અરવિંદ કુમારનું આખુ નિવેદન ખોટુ છે. ટ્રેન રોકાવાની તો દૂર તેની ઝડપ પર ધીમી નહોતી થઈ. તમને જણાવી દઈએ કે શૈલેન્દ્ર શૈલી અમૃતસરના વોર્ડ નંબર 46 ના નગર નિગમ કાઉન્સિલર છે.

નજરે જોનારાઓએ ટ્રેનના ડ્રાઈવરને ખોટો ગણાવ્યો
શૈલીએ કહ્યુ, એવુ લાગી રહ્યુ હતુ કે ડ્રાઈવર અમને કચડવા માંગતો હતો, ટ્રેન ત્યાંથી થોડીક જ સેકન્ડોમાં પસાર થઈ ગઈ. શું એ સંભવ છે તે જ્યારે આસપાસ આટલા લોકો મરી રહ્યા હોય, ઘાયલ હોય તો અમે ટ્રેન પર પત્થર ફેંકીશુ. શું આટલા દર્દનાક દૂર્ઘટના દરમિયાન ઝડપથી પસાર થઈ રહેલી ટ્રેન પર પત્થર ફેંકવો સંભવ છે, તમે પોતે જ અંદાજો લગાવો કે ડ્રાઈવર કેટલુ જૂઠ્ઠુ બોલી રહ્યો છે.

અચાનક લોકોએ પત્થરમારો શરૂ કરી દીધોઃ ડ્રાઈવર
તમને જણાવી દઈએ કે દૂર્ધટનાના બે દિવસ બાદ પહેલી વાર ટ્રેનના ડ્રાઈવર આનંદે પોતાના લિખિત નિવેદન આપ્યુ છે. તેણે તે દિવસે ટ્રેનનો ચાર્જ લેવાથી માંડી દૂર્ઘટના સુધીનો આખો ઘટનાક્રમ જણાવ્યો છે. તેણે એ પણ જણાવ્યુ કે દૂર્ઘટા બાદ તેની ટ્રેન રોકાવાની સ્થિતિમાં આવી ગઈ હતી પરંતુ અચાનક લોકોએ પત્થરમારો શરૂ કરી દીધો. એવામાં ટ્રેનમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડ્રાઈવરે ત્યાં ટ્રેન રોકી નહિ.

લોકોને પચી નથી રહી ડ્રાઈવરની આ વાત
પોતાના નિવેદનમાં ભીડને જોયા બાદ ઈમરજન્સી બ્રેક લગાવવાની વાત કહી હતી. તેનું કહેવુ હતુ કે ઈમરજન્સી બ્રેક છતાં અમુક લોકો ટ્રેન સામે આવી જવાના કારણે દૂર્ઘટના બની ગઈ. તેણે એ પણ કહ્યુ હતુ કે લોકોને ટ્રેક પરથી હટાવવા માટે તેણે સતત હોર્ન માર્યુ. શૈલીની જેમ તમામ નજરે જોનારા ડ્રાઈવરના નિવેદનને જૂઠ્ઠુ ગણાવી રહ્યા છે.

ડ્રાઈવરના નિવેદન પર પ્રશ્નાર્થ ચિહ્ન
બીજાનું તો ઠીક પરંતુ ડ્રાઈવરના નિવદન પર પંજાબ સરકારના મંત્રી નવજોત સિદ્ધુએ પ્રશ્નાર્થ ચિહ્ન લગાવ્યુ છે. નવજોતસિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર પોતે આ દૂર્ઘટનાના કારણે વિરોધીઓના નિશાના પર છે. સિદ્ધુએ કહ્યુ કે છેવટે કેવી રીતે રેલવેએ એક દિવસની અંદર ડ્રાઈવરને ક્લીન ચીટ આપી દીધી. જેણે દશેરા જોઈ રહેલા 60 લોકો પર ટ્રેન ચડાવી દીધી. ઉલ્લેખનીય છે કે રેલવે રાજ્યમંત્રી મનોજ સિંહાએ આ દૂર્ઘટના માટે રેલવેની કોઈ પણ પ્રકારની ભૂલ હોવાનો ઈનકાર કર્યો છે.

60 લોકોના મોત
ઉલ્લેખનીય છે કે ગયા શુક્રવારે સાંજે (દશેરા) અમૃતસરના મોટા બજાર સ્થિત જોડા ફાટકના રેલવે ટ્રેક પર લોકો હાજર હતા, પાટાથી માત્ર 200 ફૂટના અંતરે પૂતળુ બાળવામાં આવી રહ્યુ હતુ. આ દરમિયાન જલંધરથી અમૃતસર જઈ રહેલી ડીએમયુ ટ્રેન ત્યાંથી પસાર થઈ અને ટ્રેક પર હાજર લોકોને કચડી દીધા. આ દૂર્ઘટનામાં 60 લોકોના મોત નીપજ્યા જ્યારે 72 વ્યક્તિ ઘાયલ થયા છે. દૂર્ઘટના વખતે ટ્રેનની ઝડપ લગભગ 100 કિમી પ્રતિ કલાક હતી.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
