For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં ફરીથી રસ્તા પર ઉતર્યા અન્નદાતા, નાસિક પહોંચ્યા 7500 ખેડૂતો

મહારાષ્ટ્રઃ 7500 ખેડૂતો ફરીથી ઉતર્યા રસ્તા પર

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ દેશના અન્નદાતા નાાજ છે. ખેતરને બદલે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે, પોતાની માંગણી સરકાર સુધી પહોંચાડવા માટે ખેડૂતોએ ફરી એકવાર પદયાત્રા કાઢવાનો ફેસલો લીધો છે. આ માર્ચ નાસિકથી મુંબઈ સુધી કાઢવામાં આવશે. આજે મહારાષ્ટ્રના નાસિકમાં 7500 ખેડૂતો એકઠા થયા છે, જે નાસિકથી મુંબઈ સુધી પગપાળા યાત્રા કાઢશે.

farmer march

ઑલ ઈન્ડિયા કિસાન સભાના બેનર હેઠળ ખેડૂતો નાસિકથી મુંબઈ સુધી પગપાળા માર્ચ કાઢશે. ખેડૂત આંદોલનને જોતા મુંબઈમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. અગાઉ માર્ચ 2018માં ખેડૂતોએ નાસિકથી મુંબઈ સુધી વિશાળ રેલી કાઢી હતી. તે સમયે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આશ્વાસન બાદ ખેડૂતોએ રેલી પાછી લઈ લીધી, પરંતુ સરકાર દ્વારા હજુ સુધીમાં વચન પૂરું કરવામાં ન આવતાં 11 મહિના બાદ ખેડૂતો ફરીથી લાંબી રેલી કાઢી રહ્યા છે.

ખેડૂતોની માંગ

  1. અન્નદાાઓની માંગ છે કે ખેડૂતોનું દેવું માફ કરી દેવામાં આે.
  2. ખેડૂતોને પાકનો સારો ભાવ મળે.
  3. પાક વીમા અંતર્ગત વીમાનો લાભ મળે.
  4. વનવિભાગની જમીન આદિવાસિઓને મળે.
  5. પૉલી હાઉસ ખેડૂતોને રાહત આપવામાં આવે.
  6. તેમની માંગ છે કે દેવસ્થાન ટ્રસ્ટની જમીન ખેડૂતોને મળે.
  7. રાજ્યમાં પશ્ચિમ તરફ વહેતી નદીઓનું પાણી મહારાષ્ટ્રના ખેડૂતોને આપવામાં આવે.
  8. પ્રાણીઓ માટે ચારા છાવણી બને.
  9. સૂખાગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોનું દેવું માફ થાય.
  10. ખેડૂતોને વીજળીમાં રાહત આપવામાં આવે.

આ પણ વાંચો- પુલવામા આતંકી હુમલોઃ ભારતના દોસ્ત રશિયાએ કહ્યુ, મસૂદ અઝહરને બેન કરો

English summary
Tribals, landless agriculturalists and small farmers converged in Nashik on Wednesday for their second "long march" to Mumbai since March last year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X