For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

TMC સાંસદ સુષ્મિતા દેવ પર ત્રિપુરામાં થયો હુમલો, ભાજપ પર લગાવ્યો હુમલાનો આરોપ, જુઓ Video

તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી) સાંસદ સુષ્મિતા દેવ પર શુક્રવારે(22 ઓક્ટોબર) ત્રિપુરામાં હુમલો થયો છે.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી) સાંસદ સુષ્મિતા દેવ પર શુક્રવારે(22 ઓક્ટોબર) ત્રિપુરામાં હુમલો થયો છે. સાંસદ સુષ્મિતા દેવની કારમાં તોડફોડ કરવામાં આવી છે. તૃણમૂલ કોંગ્રેસના નેતા સુષ્મિતા દેવ હુમલામાં ઘાયલ થઈ ગયા છે અને તેમની સાથે સુષ્મિતા દેવને રાજકીય અભિયાનોમાં મદદ કરતી એક ખાનગી ફર્મના અમુક કર્મચારીઓ પણ ઘાયલ થઈ ગયાછે. ત્રિપુરામાં તૃણમૂલ કોંગ્રેસની ગતિવિધિઓ પર નજર રાખતા સુષ્મિતા દેવે આરોપ લગાવ્યો કે હુમલા પાછળ ભાજપનો હાથ છે. સુષ્મિતા દેવે દાવો કર્યો છે કે આ હુમલો ભાજપના કાર્યકર્તાઓએ કર્યો છે. ટીએમસીના ત્રિપુરા એકમે આ હુમલાની આકરી નિંદા કરીને ન્યાયની માંગ કરી છે.

dev

રિપોર્ટ મુજબ સાંસદ સુષ્મિતા દેવ પર જ્યારે આ હુમલો થયો ત્યારે તેઓ પૉલિટિકલ પબ્લિક રિલેશન્સ તેમજ સલાહકાર ફર્મ ઈન્ડિયન પૉલિટિકિલ એક્શન કમિટી(I-PAC)ના કર્મચારી સાથે હતા. માટે આ હુમલામાં એ લોકો પણ ઘાયલ થઈ ગયા છે. રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર અને I-PACએ આ વર્ષની શરૂઆતમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી સાથે કામ કર્યુ હતુ.

ટીએમસીના ત્રિપુરા એકમે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર સાંસદ સુષ્મિતાની ક્ષતિગ્રસ્ત કારના ફોટા અને વીડિયો શેર કર્યાછે. વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે તૃણમૂલ કોંગ્રેસના ચિહ્ન અને છત પર લાઉડસ્પીકર લાગેલી વાદળી એસયુવી પર ઘણા વાર કરવામાં આવ્યા છે. વીડિયો શેર કરીને ટીએમસીના ત્રિપુરા એકમે ટ્વિટ કર્યુ છે, 'ત્રિપુરાની જનતા આ બર્બર હુમલાનો જવાબ જરુર આપશે. પોલિસે તમાશો જોવાનુ બંધ કરીને કાર્યવાહી કરવી જોઈએ. કાયદો-વ્યવસ્થાનુ આ રીતે પતન અસ્વીકાર્ય છે. અમને ન્યાય જોઈએ.'

તૃણમૂલ કોંગ્રેસે પોલિસને કરેલી ફરિયાદમાં કહ્યુ છે, 'સુષ્મિતા દેવ સાથે ટીએમસીના 10 અન્ય પાર્ટી કાર્યકર્તાઓ પર ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના કાર્યકર્તાઓ દ્વારા અમતલી બજારમાં બપોરે લગભગ 1.30 વાગે હુમલો કરવામાં આવ્યો. ગુનેગારોએ વાહનોમાં તોડફોડ કરી, ટીએમસીના કાર્યકર્તાઓ પર શારીરિક હુમલો કર્યો અને મહિલા પાર્ટી કાર્યકર્તાઓ પર પણ હુમલો કર્યો.'

English summary
Trinamool Congress MP Sushmita Dev ambushed in Tripura, TMC blames BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X