#TripuraElection2018: ત્રિપુરામાં 3 વાગ્યા સુધીમાં 65 ટકા મતદાન
ત્રિપુરા વિધાનસભા માટે આજે વોટિંગ થઇ રહ્યું છે. પ્રદેશની 60 માંથી 59 સીટો પર જનતા આજે પોતાના મત અધિકારનો ઉપયોગ કરી રહી છે.
ત્રિપુરા વિધાનસભા માટે આજે વોટિંગ થઇ રહ્યું છે. પ્રદેશની 60 માંથી 59 સીટો પર જનતા આજે પોતાના મત અધિકારનો ઉપયોગ કરી રહી છે. એક સીટ પર સીપીએમ ઉમેદવાર રામેન્દ્ર નારાયણ દેબ બર્માની મૌત પછી તેનું ઈલેક્શન રોકી દેવામાં આવ્યું છે. પ્રદેશમાં વિધાનસભા ઈલેક્શનને લઈને બધી જ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે.

ત્રિપુરામાં જોરશોર થી મતદાન ચાલી રહ્યું છે અને લોકોમાં તેને લઈને ઉત્સાહ પણ દેખાઈ રહ્યો છે. અગરતાલ માં ત્રિપુરાના મુખ્યમંત્રી માનીક સરકાર ઘ્વારા મતદાન કરવામાં આવ્યું છે.
દક્ષિણ ત્રિપુરામાં ઘણા ઈવીએમ મશીન કામ નથી કરી રહ્યા. અગરતાલમાં વિજય કુમારી સ્કુલ અને હરિ ગંગા સ્કુલમાં ઈવીએમ મશીનમાં ખરાબી જોવામાં આવી છે. અગરતાલમાં 2 ઈવીએમ મશીન બદલવામાં આવ્યા છે.
આ ઈલેક્શનનું રિઝલ્ટ 3 માર્ચે જાહેર કરવામાં આવશે ત્યાં 25,73,413 મતદારો છે, જેમાંથી 13,05,375 પુરુષ અને 12,68,027 સ્ત્રીઓ છે જ્યારે ત્રીજા જેન્ડર મતદારોની સંખ્યા 11 છે. આ વખતે 47,803 નવા મતદાતાઓ છે.












Click it and Unblock the Notifications
