ત્રિપુરાના પહેલા પદ્મશ્રી વિજેતા હિમાગ્શુ મોહન ચૌધરીનું નિધન
ત્રિપુરાના પહેલા પદ્મશ્રી એવોર્ડ વિજેતા હિમાંગ્શુ મોહન ચૌધરીની લાંબી બિમારી બાદ નિધન થઇ ગયુ છે. તેમણે બાંગ્લાદેશ લિબરેશન દરમિયાન મહત્વની ભૂમિકા હતી.

ત્રિપુરાના પહેલા પદ્મશ્રી એવોર્ડ વિજેતા હિમાંગ્શુ ચૌધરીનું નિધન થઇ ગયું છે. હિમાંગ્શુ રિટાયર્ડ સિવિલ સેવા અધિકારી અેમાનવતાવાદી હતા. તેમનું 84 વર્ષની ઉમરમાં નિધન થઇ ગયુ છે.
બાંલ્ગાદેશ લિબરેશન વૉર દરમિયાન હિમાંગ્શુ સબ ડિવિજનલ અધિકારી સોનમર્ગમાં તૈનાત હતા. આ દરમિયાન તેમણે 2.5 લાખ બાંગ્લાદેશી નાગરીકોની મદદ કરી હતી. જે બાગ્લાદેશથી ભાગીને ભારત આવ્યા હતા.
હિમાંગ્શુએ આ તમામ શરણાર્થીઓ માટે ટેટ બનાવ્યા હતા. અસ્થાયી કિચન બનાવ્યા હતા. આ લોકો માટે જમાવા અને શેલ્ટરની વ્યવસ્થા કરી હતી. 1972મ મા હિમાગ્શુને દેશના ત્રીજા સર્વોચ્ચ સમ્માનથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
તાત્કાલીન બાંગ્લાદેશની સરકારે પણ હિમાગ્શુ મોહન ચૌધરીની તેમની સેવા માટે સમ્મા્નિત કર્યા હતા. જેવી રીતે લગન અને સ્વેચ્છાએ તેમણએ બાંગ્લાદેશી શરણાર્થીઓની મદદ કરી હતી. તેના માટે તેમને બાંગ્લાદેશની સરકારે પણ સમ્માનિત કર્યા હતા.
હિમાગ્શુ મોહન ચૌધરીના નિધન પર ત્રિપુરાના મુખ્યમંત્રી માનિક સાહાએ પણ દુખ વ્યક્ત કર્યુ હતુ. તેમણે ટ્વીટ કરીને લખ્યુ કે, હિમાંગ્શુ મોહન ચૌધરીના નિધનની ખબરથી ભારે દુખ થયુ છે. તે ત્રિપુરાના પદ્મશ્રી એવોર્ડ વિજેતા હતા.












Click it and Unblock the Notifications
