For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામના જોધપુર આશ્રમમાં મળી યુવકની લાશ, પરિવારે લગાવ્યો આરોપ

આસારામના જોધપુર આશ્રમ ખાતે મળી એક યુવકની લાશ. યુવકે આશ્રમમાં આત્મહત્યા કરી લીધી છે. જે પછી તેના પરિવારે આશ્રમ પર આ ગંભીર આરોપ લગાવ્યો છે. જાણો વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

સગીર યુવતીનો બળાત્કાર કરવાના આરોપમાં જેલ રહી રહેલા આસારામનું મુશ્કેલીઓમાં વધારો થયો છે. ફરી એક વાર તેમનો જોધપુર આશ્રમ વિવાદોનું કારણ બન્યો છે. આસારામના જોધપુર આશ્રમમાં સેવાદાર તરીકે કામ કરના યુવકનું શબ ગુરુવારે આશ્રમમાંથી મળ્યું છે. જાણકારી મુજબ સેવાદારે કથિત રીતે ફાંસી ખાઇને આત્મહત્યા કરી લીધી છે. જે વ્યક્તિની લાશ મળી છે તેનું નામ અમિત યાદવ છે. 23 વર્ષીય અમિત હરિયાણાના રેવાડીનું નિવાસી છે. અમિત યાદવ ગત કેટલાક વર્ષોથી આ આશ્રમમાં સેવાદાર તરીકે કામ કરી રહ્યો હતો. પોલીસના કહેવા મુજબ અમિતે આત્મહત્યા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી છે. જેમાં તેણે પોતાની આત્મહત્યા માટે કોઇને પણ જવાબદાર નથી ગણાવ્યા. પણ અમિતના પિતાનું કહેવું છે કે તે લાંબા સમયથી પોતાના પુત્રને ઘરે પાછા લઇ જવા માટે ઇચ્છતા હતા.

asharam

પણ આશ્રમવાળા તેમને પોતાના પુત્રને પાછો ઘરે લઇ જવા નહતા દેતા. અને હવે તેમને તેમના પુત્રનો મૃતદેહ મળી આવતા તેમનો પરિવાર આ માટે આશ્રમને જવાબદાર ગણાવી રહ્યો છે. પોલીસે શરૂઆતી તપાસમાં જાણ્યું છે કે અમિત આશ્રમના એક ભાગમાં રહેતો હતો. અને ત્યાં જ રહી પૂજાપાઠ કરતો હતો. ગુરુવારે જ્યારે નિયત સમય કરતા લાંબા સમય સુધી અમિત તેના રૂમમાંથી બહાર ના નીકળ્યો તો લોકોએ તેના રૂમનો દરવાજો તોડ્યો હતો. અને અંદરથી તેની ફાંસી પર લટકેલી લાશ મળી હતી. જેના પછી આશ્રમ તરફથી પોલીસને જાણકારી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આવું પહેલી વાર નથી બન્યું આ પહેલા પણ આશ્રમમાંથી સેવાદાર યુવકોની મોત થઇ હોવાની ઘટનાઓ સામે આવી છે. ભોપાલમાં પણ આસારામના આશ્રમમાં એક સેવાદારે આત્મહત્યા કરી હતી. વધુમાં આસારામે 2008-2009માં 2300 કરોડ કરતા વધુ બેનામી સંપત્તિ ભેગી કરવાનો પણ આરોપ છે.

English summary
Trouble for Asaram dead body found from the ashram in Jodhpur. Ashram claims boy committed suicide but family alleges ashram.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X