ટ્રક સાથે પોલીસ જીપ્સીની ટક્કર, ત્રણ પોલીસકર્મીઓના મોત

બિહારના પટનામાં એક મોટો રોડ અકસ્માત થયો છે. અહીં એક ટ્રકે પોલીસ જિપ્સીને ટક્કર મારી છે. આ અકસ્માતમાં ત્રણ પોલીસકર્મીઓના મોત થયા છે. આ સાથે અન્ય 2 પોલીસકર્મી ઘાયલ થયા છે.

પટના : બિહારના પટનામાં એક મોટો રોડ અકસ્માત થયો છે. અહીં એક ટ્રકે પોલીસ જિપ્સીને ટક્કર મારી છે. આ અકસ્માતમાં ત્રણ પોલીસકર્મીઓના મોત થયા છે. આ સાથે અન્ય 2 પોલીસકર્મી ઘાયલ થયા છે.

ઝડપથી આવી રહેલી ટ્રકે પોલીસની જીપ્સીને મારી ટક્કર

ઝડપથી આવી રહેલી ટ્રકે પોલીસની જીપ્સીને મારી ટક્કર

આ અકસ્માત અંગે માહિતી આપતા ટ્રેઇની ડીએસપી પ્રાંજલ ત્રિપાઠીએ જણાવ્યું કે, આ અકસ્માતમાં ત્રણ પોલીસકર્મીઓના મોત થયા છે અને અન્ય બે પોલીસકર્મીઘાયલ થયા છે.

મંગળવારની સવારે એક ટ્રક પૂરપાટ ઝડપે જઈ રહી હતી. આ દરમિયાન ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને પોલીસની જીપ્સીને ટક્કર મારી હતી. ઘાયલપોલીસકર્મીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બેઉર મોર વિસ્તારમાં થયો અકસ્માત

બેઉર મોર વિસ્તારમાં થયો અકસ્માત

ઉલ્લેખીય છે કે, ઝડપભેર ટ્રકે પેટ્રોલિંગ માટે નીકળેલા પોલીસકર્મીઓની જીપ્સીને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણ પોલીસકર્મીઓના ઘટનાસ્થળે જ મોત થયાહતા અને અન્ય બે પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના પટનાના બેઉર મોર વિસ્તારમાં બનીહતી.

ત્રણ પોલીસકર્મીઓ દાઝી ગયા

ત્રણ પોલીસકર્મીઓ દાઝી ગયા

આ અકસ્માતનો ભોગ બનેલી જીપ્સી ગાર્ડનીબાગ પોલીસ સ્ટેશનની હતી. ટ્રક સાથે અથડાતાં જિપ્સીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત બાદ જીપ્સીમાં આગલાગી હતી અને તેમાં ત્રણ પોલીસકર્મીઓ દાઝી ગયા હતા.

આ અકસ્માતની જાણકારી મળતા જ તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતક પોલીસકર્મીઓના મૃતદેહને પીએમસીએચમાં પોસ્ટમોર્ટમ માટેમોકલવામાં આવ્યા છે. અકસ્માતમાં ઘાયલ પોલીસકર્મીઓની હાલત ગંભીર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X