For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અજિત ડોવાલની જાંચ કરો, પુલવામાં હુમલાનું સત્ય સામે આવશે

જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં 14 ફેબ્રુઆરી દરમિયાન થયેલા આતંકી હુમલામાં હવે રાજનીતિ ગરમાઈ ચુકી છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં 14 ફેબ્રુઆરી દરમિયાન થયેલા આતંકી હુમલામાં હવે રાજનીતિ ગરમાઈ ચુકી છે. સતત આ મુદ્દે ચોંકાવનારા નિવેદનો સામે આવી રહ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોને "રાજનીતિક શિકાર" ગણાવતા મોટું નિવેદન આપ્યું છે. રવિવારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં તેમને કહ્યું કે, "જો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલની પૂછપરછ કરવામાં આવે તો પુલવામાં હુમલાનું સત્ય સામે આવી જશે"

આ પણ વાંચો: પુલવામા હુમલા બાદની 7 અસરો જેને લીધે પાકિસ્તાન થશે પરેશાન

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં રાજ ઠાકરેએ મોટું નિવેદન આપ્યું

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં રાજ ઠાકરેએ મોટું નિવેદન આપ્યું

કોંગ્રેસ પાર્ટી ઘ્વારા લગાવવામાં આવેલા આરોપો પર સહમતી વ્યક્ત કરતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું કે, "પુલવામાં હુમલાના સમયે પ્રધાનમંત્રી મોદી કોર્બેટ નેશનલ પાર્કમાં એક ફિલ્મનું શૂટિંગ કરવામાં વ્યસ્ત હતા. એટલું જ નહીં પરંતુ આતંકી હુમલાની ખબર આવ્યા પછી પણ તેમનું શૂટિંગ ચાલુ રહ્યું"

અજિત ડોવાલ અંગે મોટી વાત

અજિત ડોવાલ અંગે મોટી વાત

રાજ ઠાકરેએ આ દરમિયાન મોટો દાવો કરતા કહ્યું કે, "જો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલની પૂછપરછ કરવામાં આવે તો પુલવામાં હુમલાનું સત્ય સામે આવી જશે". રાજ ઠાકરેના નિવેદન પર મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા માધવ ભંડારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાજ ઠાકરે પોતાના આખા કરિયરમાં મિમિક્રી કરતા આવ્યા છે. હવે અજિત ડોવાલ પર આરોપ લગાવીને તેઓ રાહુલ ગાંધીનું અનુકરણ કરી રહ્યા છે.

ભાજપે રાજ ઠાકરે પર પ્રહાર કર્યા

ભાજપે રાજ ઠાકરે પર પ્રહાર કર્યા

રાજ ઠાકરેએ પુલવામાં હુમલાના દિવસે પ્રધાનમંત્રી મોદીનું સમર્થન કરતા કહ્યું હતું કે આપણે બધા જ રાજનૈતિક મતભેદોને દૂર કરતા સરકાર સાથે ઉભા રહેવું જોઈએ. અમારી પાર્ટી જવાનોની શહાદત પર શોક વ્યક્ત કરે છે અને દુઃખની સ્થિતિમાં તેમના પરિવાર સાથે ઉભી છે.

English summary
Truth on Pulwama attack will be out if NSA Ajit Doval is probed: Raj Thackeray
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X