ભાજપમાં હાલ પુરતી શાંતિ, કોચીમાં વરસાદ, આજના ખાસ સમાચાર

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

આજના કેટલાક ટોપ સમાચારની વાત કરવામા આવે તો કોચીમાં લોકો વરસાદનો આનંદ માણી રહ્યાં હતા. બીજી તરફ દિલ્હીમાં અડવાણીના ઘરે ભાજપના દિગ્ગજ નેતાઓની બેઠક મળી હતી. જ્યારે લંડનમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ રમાઇ હતી. આવા જ કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

કેએસ હેગડેને શ્રદ્ધાંજલિ

કેએસ હેગડેને શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીમાં સંસદના સેન્ટ્રલ હોલમાં પૂર્વ સ્પીકર કે એસ હેગડેની 103મી જન્મજંયતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપી રહેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને કેન્દ્રિય ગૃહમંત્રી સુશિલકુમાર શિંદે.

રાજભવનમાં સેરેમની

રાજભવનમાં સેરેમની

મુંબઇ ખાતે રાજભવનમાં એક સેરેમની દરમિયાન હાજર રહેલા મહારાષ્ટ્ર મુખ્યમંત્રી પૃથ્વિરાજ ચૌહાણ અને ઉપમુખ્યમંત્રી અજીત પવાર.

ઘનચક્કરનું પ્રમોશન

ઘનચક્કરનું પ્રમોશન

મુંબઇમાં પોતાની આગામી ફિલ્મ ઘનચક્કરનું પ્રમોશન કરી રહેલા અભિનેતા ઇમરાન હાશ્મી અને અભિનેત્રી વિદ્યા બાલન.

પ્રેસિડેન્ટ સાથે એનસીડબલ્યુના ચેરપર્સન

પ્રેસિડેન્ટ સાથે એનસીડબલ્યુના ચેરપર્સન

નવી દિલ્હીમાં નવી બિલ્ડિંગ કોમિશન ફોર વુમનની નવી બિલ્ડિંગ નિર્ભયા ભવન ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ક્રિષ્ના તિરાથ અને એનસીડબલ્યુના ચેરપર્સન મમતા શર્મા.

નવીન જિંદાલના ઘરે સીબીઆઇના દરોડા

નવીન જિંદાલના ઘરે સીબીઆઇના દરોડા

નવી દિલ્હીમાં કોંગ્રેસ સાંસદ નવીન જિંદાલના ઘરે સીબીઆઇની ટૂકડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

દિલ્હીમાં વિરોધ

દિલ્હીમાં વિરોધ

નવી દિલ્હીમાં સાસ્ત્રી ભવન નજીક દિલ્હી યુનિવર્સિટીમાં 4 વર્ષીય અન્ડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ વિરુદ્ધ એઆઇએસએ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

સીઆરપીએફનો ટ્રેનિંગ કેમ્પ

સીઆરપીએફનો ટ્રેનિંગ કેમ્પ

ગોરેગાંવમાં કદુરપુર સીઆરપીએફ ટ્રેનિંગ સેન્ટરમાં પોતાની કુશળતા અને કૌશલ્યને દર્શાવી રહેલા મહિલા કમાન્ડો.

કોચીમાં વરસાદ

કોચીમાં વરસાદ

કોચી ખાતે વરસાદ દરમિયાન લોકોએ છત્રીનો ઉપયોગ કર્યો હતો.

કોર્ટમા સુરજ પંચોલી

કોર્ટમા સુરજ પંચોલી

મુંબઇ ખાતે જિયા આત્મહત્યા કેસ સબબ આદિત્ય પંચોલીના પુત્ર સુરજ પંચોલીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

વિવાદનો અંત

વિવાદનો અંત

નવી દિલ્હી ખાતે એલકે અડવાણીના નિવાસ્થાને તેમના રાજીનામાના વિવાદનો અંત આણવા પહોંચેલા ભાજપના નેતા સુષમા સ્વરાજ.

મરિન ડ્રાઇવમાં હાઇ ટાઇડ

મરિન ડ્રાઇવમાં હાઇ ટાઇડ

મુંબઇ ખાતે મરિન ડ્રાઇવ પર હાઇ ટાઇડને માણી રહેલા લોકો.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ

ટોકિયોમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન બોલી રહેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ફાઉન્ડર અને એક્ઝિક્યુટીવ ચેમરેન ક્લાઉસ સ્કાવબ.

પેલેસ્ટાઇન પ્રેસિડેન્ટ સાથે વાર્તાલાપ

પેલેસ્ટાઇન પ્રેસિડેન્ટ સાથે વાર્તાલાપ

રામાલ્લાહ ખાતે વેલકમ સેરેમની દરમિયાન ગાર્ડ ઓફ ઓનર બાદ વાર્તાલાપ કરી રહેલા કોલંમ્બિયા પ્રેસિડેન્ટ જૌન મેન્યુઅલ સાન્તોસ અને પેલેસ્ટાઇન પ્રેસિડેન્ટ મહોમદ અબ્બાસ.

ભારત વિ વેસ્ટ ઇન્ડિઝની મેચ

ભારત વિ વેસ્ટ ઇન્ડિઝની મેચ

લંડન ખાતે ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ દરમિયાન ક્રિસે ગેઇલની વિકેટ લીધા બાદ ખુશી મનાવી રહેલી ટીમ ઇન્ડિયા.

ડેરી ડેવલોપમેન્ટની કોન્ફરન્સ

ડેરી ડેવલોપમેન્ટની કોન્ફરન્સ

ગાંધીનગર ખાતે લાઇવ સ્ટોક અને ડેરી ડેવલોપમેન્ટ દરમિયાન ડેલિગેટ્સ સાથે ચર્ચા કરી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી

દિલ્હીમાં જોબ ફેર

દિલ્હીમાં જોબ ફેર

દિલ્હી યુનિવર્સિટીમાં જોબ ફેરનુ ઉદ્દઘાટન કર્યા બાદ વિદ્યાર્થીઓને મળી રહેલા દિલ્હીના મુખ્યમંત્રી શિલા દીક્ષિત.

આર્મી ચીફ જનરલની મુલાકાત

આર્મી ચીફ જનરલની મુલાકાત

નેપાળના કાઠમંડુ ખાતે નેપાળ આર્મી ચીફ જનરલ એસજેબી રાણા અને ભારતીય આર્મી ચીફ જનરલ વિક્રમ સિંહની મુલાકાત.

બચાવ કાર્ય

બચાવ કાર્ય

મુંબઇના માહિમ ખાતે બિલ્ડિંગ ધરાશયી થયા બાદ બચાવ કાર્ય કરી રહેલા કર્મીઓ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X