ફિક્સિંગમાં વિન્દુ દારાસિંગની સડોવણી, આ બાબતો રહી આજે ખાસ

આજે દેશભરમાં અને વિદેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ જે તે સમયે નહીં જોઇ શકવાનો રંજ દરેક માહિતી મેળવવા માગતા વાંચકોને રહેતો હોય છે, ત્યારે તેમને ધ્યાનમાં રાખીને અહીં એવા જ કેટલાક સમાચારોને તસવીરોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ક્યાંક રાજકિય કાવાદાવાઓની વાત છે, ક્યાંક વિરોધ પ્રદર્શનોની વાત છે, ક્યાંક ખુલાસાઓની વાત છે, ક્યાંક ફિલ્મ જગત સાથે જોડાયેલા સમાચારો છે તો ક્યાંક ક્રિકેટ અને રમત-જગત સાથે જોડાયેલા સમચારો છે.

નવી દિલ્હી ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. જેમા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, અરુણ જેટલી, રાજનાથ સિંહ, રમણ લાલ, લાલ કૃષ્ણ અડવાણી સહિતના નેતા ઉપસ્થિત રહ્યાં હતા, તો બીજી તરફ બોલિવુડ સેલિબ્રિટી વિન્દુ દારા સિંગની સ્પોટ ફિક્સિંગમાં ધરપકડ કરવામાં આવી હતી. આવા જ કેટલાક સમાચારો અંગેની આછેરી માહિતી અહી તસવીરોમાં જણાવવામાં આવી છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે આજે દિવસભર દેશ અને વિદેશમાં કઇ-કઇ બાબતો ચર્ચામાં રહી હતી.

ભાજપની પાર્લામેન્ટરી બેઠક

ભાજપની પાર્લામેન્ટરી બેઠક

નવી દિલ્હી ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. જેમાં વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, અરુણ જેટલી, રમણ લાલ, પક્ષના અધ્યક્ષ રાજનાથ સિંહ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના ભાજપી નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ચીની પ્રધાનમંત્રી સાથે ભારતીય રાષ્ટ્રપતિ

ચીની પ્રધાનમંત્રી સાથે ભારતીય રાષ્ટ્રપતિ

નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતીય રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અને ચાઇનિઝ પ્રધાનમંત્રી લિ કેકિયાંગ વચ્ચે બેઠક યોજાઇ હતી.

રાજનેતા દ્વારા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ

રાજનેતા દ્વારા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીમાં વિર ભૂમિ ખાતે રાજીવ ગાંધીની 22મી પૂણ્ય તીથિ નિમિત્તે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રધાનમંત્રી સહિતના નેતાઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ

રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ

રાજીવ ગાંધીની 22મી પૂણ્ય તીથિ નિમિતે અલહાબાદમાં લોકો દ્વારા રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ

રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ

બિકાનેર ખાતે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને 22મી પૂણ્ય તીથિ નિમિતે કોંગ્રેસના કાર્યકર્તાએ શ્રદ્ધાંજલિ અર્પી હતી.

આતંકવાદ વિરુદ્ધ સપથ

આતંકવાદ વિરુદ્ધ સપથ

જોધપુરમા એક મુસલિમ યુવતી દ્વારા વિશ્વ આતંકવાદી વિરોધી દિવસ નિમિતે આતંકવાદ વિરુદ્ધ સપથ લેવામાં આવ્યા હતા.

વર્લ્ડ હેલ્થ એસેમ્બલી

વર્લ્ડ હેલ્થ એસેમ્બલી

જીનીવા ખાતે વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના 66માં સત્રનુ ઓયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ગુલામ નબી આઝાદે સંબોધન કર્યું હતું.

ચૂંટણી પંચનુ એમઓયુ

ચૂંટણી પંચનુ એમઓયુ

નવી દિલ્હી ખાતે ચૂંટણી પંચ અને એનએલએમએ વચ્ચે એક એમઓયુ સાઇ કરવામાં આવ્યો હતો, જેમાં ચૂંટણી પંચના કમિશનર સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

પાણીનો સથવારો

પાણીનો સથવારો

એકતરફ સૂરજ આગ વરસાવી રહ્યો છે, ત્યારે ફ્લેમિંગો પક્ષીનુ એક ઝૂંડ પાણીનો સહારો લઇ રહ્યાં છે.

હુરિયત કોન્ફરેન્સની હડતાળ

હુરિયત કોન્ફરેન્સની હડતાળ

શ્રીનગરમાં હુરિયત કોન્ફરેન્સ દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવ્યા બાદ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સ્પોટ ફિક્સિંગ સબબ ધરપકડ

સ્પોટ ફિક્સિંગ સબબ ધરપકડ

બોલિવુડ અભિનેતા અને બીગ બોસ વિજેતા વિન્દુ દારાસિંગની સ્પોટફિક્સિંગ સબબ મુંબઇ પોલિસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

પપ્પુ યાદવની મુક્તિ

પપ્પુ યાદવની મુક્તિ

પટનાની બેઉર જેલમાંથી સીપીઆઇએમ નેતા અજીત સરકાર હત્યા કેસમાં પૂર્વ આરજેડી સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ મુક્ત થતા તેમના પત્નીએ તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું.

પ્રથમ સાઉથ અરેબિયન મહિલાએ સર કર્યો એવરેસ્ટ

પ્રથમ સાઉથ અરેબિયન મહિલાએ સર કર્યો એવરેસ્ટ

નેપાળના કાઠમાન્ડુ ખાતે રાહા મોહર્રાક કે જેઓએ એવરેસ્ટ સર કર્યો છે. નોંધનીય છે કે તેઓ પ્રથમ સાઉદી અરેબિયન મહિલા છે.

કેન્સ ફિલ્મ ફેસ્ટિવેલ

કેન્સ ફિલ્મ ફેસ્ટિવેલ

કેન્સમાં આયોજિત 66માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં અભિનેતા માઇકલ ડગલસે આ અદામાં ફોટો પડાવ્યા હતા.

શ્રીસંથની કોર્ટમાં પેશી

શ્રીસંથની કોર્ટમાં પેશી

સ્પોટ ફિક્સિંગના આરોપમાં પકડાયેલા ભારતીય ખેલાડી અને આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા શ્રીસંથને આજે નવી દિલ્હી ખાતે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

કુઆલાલમપુરમાં બેડમિન્ટન ચેમ્પિયનશિપ

કુઆલાલમપુરમાં બેડમિન્ટન ચેમ્પિયનશિપ

કુઆલાલમપુરમાં સુદિરમન કપ વર્લ્ડ મિક્સ ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ઓસ્ટ્રેલિયાના રેનુગા વીરન અને રોઝ સ્મિથવોચ્શની જોડી વિએતનામની ડુઓંગ બાઓ ડુક અને નેગ્યુએન થી સેન સાથે ટકરાઇ હતી.

ઉઝ્બેકિસ્તાનના પ્રવાસે ઉપરાષ્ટ્રપતિ

ઉઝ્બેકિસ્તાનના પ્રવાસે ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી અને તેમના પત્ની સલમા ચાર દિવસના ઉઝ્બેકિસ્તાનના પ્રવાસે છે.

તાતા ગ્રુપના ચેરમેન સાથે ચાઇનિઝ પ્રધાનમંત્રી

તાતા ગ્રુપના ચેરમેન સાથે ચાઇનિઝ પ્રધાનમંત્રી

મુંબઇ ખાતે ટીસીએસ ફેકલ્ટીની મુલાકાત તાતા ગ્રુપના ચેરમેન સાયરસ મિસ્ત્રી અને ચાઇનિઝ પ્રધાનમંત્રી લિ કેકિયાંગ દ્વારા કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X