For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના ફેમસ ન્યૂઝ એંકર રોહિત સરદાનાનુ નિધન, કોરોનાથી હતા સંક્રમિત

દેશના જાણીતા ટીવી ન્યૂઝ એંકર રોહિત સરદાનાનુ શુક્રવારે નિધન થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશના જાણીતા ટીવી ન્યૂઝ એંકર રોહિત સરદાનાનુ શુક્રવારે નિધન થઈ ગયુ. થોડા દિવસો પહેલા તેમણે RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો પરંતુ તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો. બાદમાં સીટી સ્કેનમાં તેમને કોરોના પૉઝિટીવ હોવાની પુષ્ટિ થઈ. ત્યારબાદથી તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. અમુક લોકોનો દાવો છે કે તેમનુ મોત કોરોનાના કારણે નહિ પરંતુ હાર્ટ એટેકના કારણે થયુ છે.

Rahit Sardana

રોહિત સરદાનાના સહયોગી અને વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ ટ્વિટ કરીને લખ્યુ કે બહુ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. ટીવી ન્યૂઝ એંકર રોહિત સરદાના દુનિયામાં નથી રહ્યા. તેમને શુક્રવારે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના. વળી, ભાજપના પ્રવકતા સંબિત પાત્રાએ ટ્વિટ કરીને લખ્યુ કે રોહિત સરદાન, અમે તમને ખૂબ મિસ કરીશુ. જીવનના અભિન્ન અંગ બની ગયા હતા તમે અમારા, જ્યાં પણ હો મારા ભાઈ ખુશ રહો...નારાયણના ચરણોમાં રહો. ॐ શાંતિ.

હરિયાણામાં જન્મ્યા, દિલ્લી હતી કર્મભૂમિ

રોહિતનો જન્મ 22 સપ્ટેમ્બરે હરિયાણાના કુરુક્ષેત્રમાં થયો હતો. શાળાનો અભ્યાસ કર્યા બાદ તે હિસાર જતા રહ્યા અને ગુરુ જમ્બેશ્વર વિશ્વવિદ્યાલય વિજ્ઞાન અને પ્રોદ્યોગિકીમાં એડમિશન લીધુ. પહેલા તેમણે મનોવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ એ યુનિવર્સિટીથી માસ કમ્યુનિકેશનમાં માસ્ટર્સ કર્યુ. વર્તમાન સમયમાં રોહિત ન્યૂઝ ચેનલ આજ સુધીમાં કામ કરી રહ્યા હતા. આ પહેલા તેમણે સહારા, ઝી ન્યૂઝ જેવી સંસ્થાઓમાં સેવા આપી હતી. 2018માં જ રોહિત સરદાનાને ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

'BJP સાંસદ દિલ્લીથી રેમડેસિવિર 10,000 કેવી રીતે લઈ ગયા?''BJP સાંસદ દિલ્લીથી રેમડેસિવિર 10,000 કેવી રીતે લઈ ગયા?'

અંતિમ સમય સુધી લોકોની મદદ

કોરોનાથી સંક્રમિત થયા બાદ પણ રોહિતે લોકોની મદદ કરવાનુ નહોતુ છોડ્યુ. તેમણે સતત ટ્વિટર દ્વારા લોકો સુધી મદદ પહોંચાડવાની કોશિશ કરી. નિધનથી 12 કલાક પહેલા એટલે કે ગુરુવાર રાત 8.45 પર તેમણે એક ટ્વિટ કર્યુ હતુ. જેમાં કાનપુરમાં ભરતી કરુણા શ્રીવાસ્તવ નામના દર્દી માટે મદદ માંગવામાં આવી હતી. તેમના નિધન બાદ સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકોને ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે.

English summary
TV news anchor Rahit Sardana has passed away coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X