કાશ્મીરી ગર્લ સાથે લગ્ન કરવાં આ બે ભાઈઓને મોંઘા પડ્યાં, ધરપકડ થઈ
કાશ્મીરી ગર્લ સાથે લગ્ન કરવાં આ બે ભાઈઓને મોંઘા પડ્યાં, ધરપકડ થઈ
સુપૌલઃ બિહારના બે યુવકોને કાશ્મીરની બે છોકરીઓ સાથે લગ્ન કરવાં મોંઘા પડ્યાં. તેમના પર બંને છોકરીઓને ભગાડીને લાવવાનો અને અપહરણનો આરોપ લાગ્યો છે. એટલું જ નહિ સમગ્ર મામલે પોલીસે પણ તેમની ધરપકડ કરી લીધી છે. જે યુવકો પર આ આરોપો લાગ્યા છે તે બંને સગા ભાઈ છે. જે છોકરીઓને ભગાડીને લાવ્યા તે બંને પણ સગી બહેનો છે. ધરપકડ કરાયેલા યુવકોનું કહેવું છે કે તેમણે આ છોકરીઓ સાથે લગ્ન કર્યાં છે. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.

પહેલા પ્રેમ, પછી લગ્ન અને હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો મામલો
જાણકારી મુજબ સુપૌલના રાઘોપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રના રામવિશનપુર ગામના નિવાસી પરવેઝ આલમ અને તેના ભાઈ તબરેઝ આલમની કાશ્મીરી છોકરીઓને ભગાડી જવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. બંને ભાઈ કાશ્મીરના રામવનમાં રાજમિસ્ત્રીનું કામ કરતા હતા. આ દરમિયાન તે બંનેને ત્યાં રહેતી બે સગી બહેનો સાથે પ્રેમ થઈ ગયો. બાદમાં બંને ભાઈ આ બહેનોને ભગાડીને રાધોપુરના રામવિશનપુર ગામ લઈને આવી ગયા. જો કે બંને બહેનોના પિતાએ આ યુવકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

બંને ભાઈઓ પર લાગ્યો આ આરોપ
પોલીસ અધિકારીએ જણાવ્યું કે જે છોકરીઓને સુપૌલના બે યુવકો લઈ આવ્યા હતા તેના પિતાએ કાશ્મીરમાં પોલીસ સ્ટેશને જઈ પોતાની દીકરીઓને ભગાડી હોવાની એફઆઈઆર નોંધાવી છે. જે બાદ કાશ્મીર પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. સુપૌલ પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ મામલાની તપાસ દરમિયાન કાશ્મીર પોલીસ સુપૌલ આવી અને સ્થાનિક પોલીસની મદદથી બંને ભાઈ તરબેઝ અને પરવેઝની ધરપકડ કરી લીધી. તેમના પર છોકરીઓને ભગાડવાનો અને અપહરણનો આરોપ લાગ્યો છે.

બંને કાશ્મીરી બહેનોને શું કહ્યું
બીજી તરફ સુપૌલ પોલીસ તરફથી જણાવવામાં આવ્યું છે કે બંને આરોપી ભાઈઓનું કહેવું છે કે તેમણે મંજૂરીથી જ છોકરીઓ સાથે લગ્ન કર્યાં છે અને તેમની પાસે લગ્નના સબૂત પણ છે. બીજી તરફ બંને છોકરીઓએ અપહરણનો આરોપ ફગાવી દીધો. તેમણે કહ્યું કે તેઓ આ બંને યુવકોને પ્રેમ કરે છે અને લગ્ન પણ કરી લીધાં છે. હાલ કાશ્મીર પોલીસ સુપૌલમાં જરૂરી કાનૂની પ્રક્રિયા પૂરી કર્યા બાદ બંને આરોપીઓને કાશ્મીર લઈ જવાની તૈયારી કરી રહી છે.












Click it and Unblock the Notifications
