બે કિશોરીઓની હત્યા કરી શબ વિજળીના થાંભલા સાથે લટકાવ્યા, તપાસમાં લાગી પોલિસ

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં શુક્રવારે સાંજે વિજળીના થાંભલા પર બે કિશોરીઓના શબ દુપટ્ટાથી લટકતા મળ્યા છે.

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં શુક્રવારે સાંજે વિજળીના થાંભલા પર બે કિશોરીઓના શબ દુપટ્ટાથી લટકતા મળ્યા છે. બંને કિશોરીઓના શબ મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. સૂચના મળતા પોલિસ, એસપી પૂનમ સહિત ફોરેન્સિક વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ. ફોરેન્સિક વિભાગની ટીમે ઘટના સ્થળ પરથી સાક્ષીઓને પોતાના કબ્જામાં લઈને બંને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંને કિશોરીઓની પહેલા હત્યા કરવામાં આવી બાદમાં તેમના શબોને લટકાવવામાં આવ્યા છે.

શું છે મામલો

શું છે મામલો

મીડિયામાં ચાલી રહેલ સમાચારો અનુસાર ગાં જીરાબોઝ નિવાસી લક્ષ્મણની પુત્રી અંજલી (14) અને હરિશ્ચંદ્ર આરખની પુત્રી રાજનંદની (13) શુક્રવારની સાંજે ઘરેથી બકરીઓ લઈને ચરાવવા ગઈ હતી પરંતુ અંધારુ થવા સુધી ઘરે પહોંચી નહિ. આ દરમિયાન પરિવારની મહિલાઓ ખેતરો તરફ જોઈને આવી તો જોયુ કે બકરીઓ ખેતરોમાં ચરી રહી હતી પરંતુ બંને છોકરીઓ ગાયબ હતી. પરિવારજનોએ બંને છોકરીઓને ઘણી શોધી પરંતુ તેમના કોઈ સમાચાર મળ્યા નહિ.

વિજળીના થાંભલા પર લટકેલા મળ્યા બંનેના શબ

વિજળીના થાંભલા પર લટકેલા મળ્યા બંનેના શબ

મોડી સાંજે ગ્રામજનોએ બંને છોકરીઓના શબ વિજળીના થાંભલા પર લટકતા જોયા. બંનેને અલગ અલગ તેમના જ દુપટ્ટાથી લટકાવી દેવામાં આવી હતી. આ જોઈ પરિવારમાં બુમાબુમ મચી ગઈ. ગામમાં જ્યારે બંને કિશોરીઓના શબ મળવાની જાણકારી મળી તો ગામમાં સનસની ફેલાઈ ગઈ. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ. શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે બંને કિશોરીઓની પહેલા હત્યા કરવામાં આવી. બાદમાં તેમના શબોને લટકાવી દેવામાં આવ્યા.

સૂચના મળતા પહોંચી પોલિસ

સૂચના મળતા પહોંચી પોલિસ

ઘરવાળાએ શબ લટકતા મળવાની સૂચના પોલિસને આપી. જેના પર સીઓ મોહમ્મદી સાથે પ્રભારી નીરિક્ષક સત્યેન્દ્ર કુમાર સિંહ ઘટના સ્થળે પહોંચી ગયા. ઘટનાની ગંભીરતા જોતા એસડીએમ બી ડી વર્મા અને એએસપી ઘનશ્યામ ચોરસિયા પણ પહોંચ્યા. તપાસ દરમિયાન શેરડીના ખેતરમાં એક છોકરીના ચંપલ મળ્યા છે. પોલિસે બંને શબ પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

પોલિસનું શું કહેવુ છે

પોલિસનું શું કહેવુ છે

એસપી પૂનમે જણાવ્યુ કે, ‘રોજ બંને બાળકીઓ અહીં બકરીઓ ચરાવવા માટે આવતી હતી. શુક્રવારે 2 વાગે બકરી ચરાવવા માટે આવી હતી પંરતુ મોડી સાંજ સુધી ઘરે ન પહોંચી. ઘરવાળાની સૂચના પર પોલિસે બંને બાળકીઓના શબ કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. જણાવવામાં આવ્યુ કે બંને કિશોરીઓના ચંપલ ઘટનાથી 300 મીટર દૂર મળ્યા છે. કેસની તપાસ કરવામાં આવી રહી છે, તપાસ બાદ જ કંઈ કહી શકાશે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X