• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

માતાએ વ્યક્ત કરી પુત્રીઓ સાથે ગેંગરેપની દર્દનાક કહાણી

By Kumar Dushyant
|

ગુડગાંવ: ગુડગાંવમાં બે સગીર સગી બહેનો સાથે નિર્દયતાપૂર્વક ગેંગરેપ ગુજારવામાં આવ્યો. રાક્ષસોએ રાતનો ફાયદો ઉઠાવતાં બે બાળકીઓને રૂમમાંથી ઉઠાવીને લઇ ગયા. હૈવાનિયતની હદનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે પીડિતાઓના પરિવારને ઢોરમાર મારીને રૂમમાં બંધ કરી દિધા અને નજીકના રૂમમાં બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યું.

પીડિતાઓની માતાએ જણાવ્યું હતું કે શનિવારે રાત્રે સાડા નવ વાગે અમે જમીને સૂતા હતા. અચાનક મકાનની નીચે ગાડી રોકાવવાનો અવાજ આવ્યો અને અચાનક પાંચ-છ છોકરા રૂમમાં આવી ગયા અને મારી બે પુત્રીઓને ઉઠાવવા લાગ્યા.

'આખી રાત પુત્રીઓ બૂમો પાડતી રહી, અમે રડતા રહ્યાં'

'આખી રાત પુત્રીઓ બૂમો પાડતી રહી, અમે રડતા રહ્યાં'

પીડિતાની માતાએ જણાવ્યું હતું કે મારો પુત્ર અને તેની વહૂ પણ જાગી ગઇ. મારા પુત્રએ તે છોકરાઓનો વિરોધ કર્યો તો તેની સાથે આરોપીઓએ મારઝૂડ કરી. વહૂનું ગળુ અને વાળ પકડીને ખસેડી. મને લાત અને મુક્કા વડે મારી. તે છોકરાઓમાં એક મકાન માલિકનો નાનો ભાઇ અને તેના સાથી બંને પુત્રીઓને ઉઠાવીને લઇ ગયા અએન રૂમને બહારથી કડી લગાવી દિધી. મહિલાએ જણાવ્યું કે નજીકના રૂમમાંથી બાળકીની બૂમો સંભળાઇ રહી હતી, પરંતુ અમે કશું કરી ન શક્યા. લોકો પાસે મદદ માટે ખૂબ બૂમો પાડી, પરંતુ કોઇપણ મદદ માટે આવ્યું નહી.

બસ, અમારો જીવ બચાવી લો સાહેબ...!

બસ, અમારો જીવ બચાવી લો સાહેબ...!

પુત્ર અને વહૂને ભાન પણ ન હતું. આખી રાત આમ જ પસાર કરી. રવિવારે સવારે છોકરાઓ નજીકની ફેક્ટરીમાં ડ્યૂટી માટે જઇ રહ્યાં હતા. તેમની મદદ માંગી તો તેમને રૂમનો દરવાજો ખોલ્યો.

પીડિતાના મોટા ભાઇની જુબાની

પીડિતાના મોટા ભાઇની જુબાની

હું તાત્કાલિક નજીકના રૂમમાં ગઇ નાની છોકરી બેભાન હતી અને બીજી ગભરાયેલી હતી. છોકરીઓની હાલત જોઇને ઘણા લોકો ભેગાં થઇ ગયા. હોસ્પિટલમાં એક અંધારીયા ખૂણામાં બેઠેલી પીડિતાઓના મોટા ભાઇએ જણાવ્યું કે સવારે દરવાજો ખોલ્યા બાદ જ્યારે લોકો એકઠા થઇ ગયા તો આરોપી પોતાના મોટા ભાઇ અને કેટલાક લોકોની સાથે ફરી આવી પહોચ્યો.

જીવ બચાવી પહોંચ્યા

જીવ બચાવી પહોંચ્યા

તેણે પહેલાં કોઇને પણ ન કહેવાની ધમકી આપી. પરંતુ માતા જ્યારે બૂમો પાડવા લાગી તો રૂમમાંથી બધો સામાન બહાર ફેંકી દિધો. અમે ત્યાં ગમેતેમ કરીને વરસાદમાં હાઇવે સુધી આવ્યા તો આરોપીએ પાછળ કેટલાક લોકોને લગાવી દિધા. જેમતેમ કરીને જીવ બચાવીને અહી સુધી પહોંચ્યા છીએ. જ્યાં પણ ઇજા પહોંચી છે તે ઠીક થઇ જશે, બસ અમારો જીવ બચાવી લો સાહેબ...!

આરોપી મકાન માલિક સાથીઓ સાથે ફરાર

આરોપી મકાન માલિક સાથીઓ સાથે ફરાર

ઘટના બાદથી આરોપી મકાન માલિક અને તેના બધા સાથીઓ ફરાર છે. મેડિકલ રિપોર્ટમાં દુષ્કર્મની પુષ્ટિ થઇ ગઇ છે. રવિવારે સાંજે પોલીસે કેસ દાખલ કરી પાંચ લોકોની ધરપકડ કરી પૂછપરછ કરી રહી છે.

મધ્યપ્રદેશનો રહેવાસી છે પીડિતાનો પરિવાર

મધ્યપ્રદેશનો રહેવાસી છે પીડિતાનો પરિવાર

પીડિત પરિવાર મધ્યપ્રદેશના શહડોલનો છો, જે એક મહિના પહેલાં જ ગામમાં રહેવા આવ્યો હતો. પરિવારે આઠ સો રૂપિયામાં એક રૂમ ભાડે લઇને નજીકની ફેક્ટરીમાં કામ કરવા જતો હતો. બંને બહેનોમાંથી એકની ઉંમર 13 જ્યારે બીજીની ઉંમર 16 વર્ષની છે.

ધરપકડ બાદ પૂછપરછ

ધરપકડ બાદ પૂછપરછ

પરિવારના અનુસાર તે કોઇપણ પ્રકારે ત્યાંથી જીવ બચાવીને સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા. મેડિકલ તપાસમાં બંને સાથે દુષ્કર્મની પુષ્ટિ થઇ ગઇ છે. જોઇન્ટ પોલીસ કમીશ્નર વિવેક શર્માએ જણાવ્યું હતું કે કેસ દાખલ કરવાં આવ્યો છે તથા પાંચની ધરપકડ કરી તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ બાદ બધા આરોપીના નામનો ખુલાસો થઇ શકશે.

થઇ શકે છે મોટો ખુલાસો

થઇ શકે છે મોટો ખુલાસો

ગુડગાંવમાં 12 દિવસોમાં ચાર માસૂમ બાળકી સાથે દુષ્કર્મના કેસ સામે આવ્યા બાદ પોલીસના પ્રત્યે ગુસ્સો છે. શનિવારે રાતે બે સગી બહેનો સાથે થયેલા સામૂહિક બળાત્કારને મહિલાઓએ પોલીસની નિષ્ફળતા ગણાવી છે.

નિષ્ફળ પોલીસ

નિષ્ફળ પોલીસ

મહિલાઓનું કહેવું છે કે વહિવટીતંત્ર માસૂમ બાળકીઓની સાથે થઇ રહેલી હૈવાનિયતને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઇ રહી છે. પોલીસે પોતાની નિષ્ફળતા માટે નૈતિક જવાબદારી લેવી જોઇએ.

આરોપીઓની ધરપકડ કરી અમને સોંપો

આરોપીઓની ધરપકડ કરી અમને સોંપો

સશક્ત નારી પરિષદની અધ્યક્ષતા દીપા અંતિલના અનુસાર શહેરમાં માસૂમોની સાથે સતત આવી ઘટનાઓ થતી રહે છે. આશ્વર્ય છે કે પોલીસ વહિવટીતંત્ર દોષીઓને જ પકડી શકતી નથી. આવા હૈવાનોને પોલીસ તાત્કાલિક ધરપકડ કરી અમને સોંપે.

English summary
Two minor sisters were taken away from their home near Gurgaon and allegedly gang-raped by their landlord's son and his three friends on Saturday. All four accused have been arrested.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more