Amritsar Blast: સીસીટીવીમાં કેદ થયા હુમલાખોરો

Amritsar Blast: સીસીટીવીમાં કેદ થયા હુમલાખોરો

અમૃતસરઃ રવિવારે અમૃતસરના ગામ અદલીવાલમાં નિરંકારી સત્સંગ ડેરા પર બાઈકસવાર અજાણ્યા શખ્સોએ ગ્રેનેડ હુમલો કર્યો હતો, જેમાં 3 લોકો મૃત્યુ પામ્યા જ્યારે 15-20 લોકો ઘાયલ થયા હતા, હુમલાખોરોની તસવીરો સીસીટીવી ફુટેજમાં સામે આવી છે, જેમાં જોવા મળી રહ્યું છે કે બાઈકસવાર લોકો પોતાનું મોઢું ઢાંકીને આવ્યા હતા અને તેમની મોટરસાઈકલ પર કોઈ નંબર પ્લેટ પણ નહોતી, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

સીસીટીવી કેમેરામાં કેદ થઈ હુમલાખોરોની તસવીરો

સીસીટીવી કેમેરામાં કેદ થઈ હુમલાખોરોની તસવીરો

જણાવી દઈએ કે ગ્રેનેડ હુમલાની આ ઘટના બાદ પંજાબમાં દહેશતનો માહોલ છે અને આ સમયે પંજાબ અને તેની આસપાસના રાજ્યો હાઈ-અલર્ટ પર છે, પોલીસે લોકોની અફવાઓથી દૂર રહેવાની વાત કહી છે.

આતંકી હુમલાની આશંકા

આતંકી હુમલાની આશંકા

અગાઉ પંજાબ પોલીસના ડીજીપી સુરેશ અરોરાએ કહ્યું હતુ્ં કે આ ઘટનામાં અમને આતંકી સાજિશ જણાઈ રહી છે, કેમ કે હુમલો કોઈ વ્યક્તિ પર ન થઈને એક સમૂહ પર થયો છે. લોકોના એક સમૂહ પર ગ્રેનેડથી હુમલો કરવાનું કોઈ કારણ નથી બનતું માટે આ ઘટનાને આતંકી હુમલાના એંગલથી જોવામાં આવી રહી છે.

પંજાબમાં હાઈ અલર્ટ

પંજાબમાં હાઈ અલર્ટ

જણાવી દઈએ કે પોલીસ આ મામલાને આતંકી હુમલા સાથે જોડીને એટલા માટે જોઈ રહી છે કેમ કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે જૈશ-એ-મોહમ્મદના આતંકી જાકિર મૂસા અને એના સાથીઓ પંજાબમાં પ્રવેશ્યા હોવાના અહેવાલ મળ્યા હતા.

5-5 લાખના વળતરની ઘોષણા

5-5 લાખના વળતરની ઘોષણા

જણાવી દઈએ કે અમૃતસરના ગામ અદલીવાલમાં નિરંકારી સત્સંગ ડેરા પર થયેલ ગ્રેનેડ હુમલા પર રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે દુઃખ વ્યક્ત કરતા મરનાર લોકોના પરિજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાનું એલાન કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X