બે ખેલાડીઓ જાણતા હતા કે દાઉદના ઇશારે થઇ રહ્યું છે ફિક્સિંગ

દિલ્હી પોલીસે દાવો કર્યો છે કે ધરપકડ કરવામાં આવેલા ક્રિકેટરોમાંથી બે ખેલાડીઓ એવા છે જેઓ એ વાત સારી જાણતા હતા કે તેમને મળનાર સટ્ટેબાજ ડી કંપની એટલે કે દાઉદ માટે કામ કરે છે.
દિલ્હી પોલીસના દાવામાં જો દમ છે તો આઇપીએલના આ બંને ખેલાડીઓ જાણીજોઇને સંગઠીત અપરાધના આ નેટવર્કનો ભાગ બન્યા. એ જાણવા છતા પણ સટ્ટેબાજ દાઉદ ઇબ્રાહિમના સિન્ડિકેટ માટે તેમની પાસે સ્પોટ ફિક્સિંગ જેવું ક્રાઇમ કરાવી રહ્યા છે. દિલ્હી પોલીસની ગિરફ્તમાં ફિલહાલ આઇપીએલમાં રમી રહેલા અથવા રમી ચૂકેલા ચાર ખેલાડીઓ છે. જેમાં શ્રીસંત, અજિત ચંદીલા, અંકિત ચૌહાણ અને અમિત સિંહનો સમાવેશ થાય છે.
અમિત સિંહને છોડીને બાકી ત્રણેય ખેલાડી આઇપીએલ સિઝન સિક્સમાં રમી રહ્યા હતા. પોલીસ અનુસાર અમિત ક્રિકેટ છોડીને સટ્ટેબાજ બની ગયો હતો. એટલે તેને ખબર હતી કે તે કેવા લોકો માટે કામ કરી રહ્યો છે. હાલમાં હજી સુધી દિલ્હી પોલીસે એ સ્પષ્ટતા નથી કરી કે આખરે તે બંને ક્રિકેટર કોણ છે જેઓને જાણ હતી કે તેઓ દાઉદના સિંડિકેટ માટે સ્પોટ ફિક્સિંગ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
