For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માં-બાપની નજર સામે બે બહેનો પર સામૂહિક બળાત્કાર

|
Google Oneindia Gujarati News

શિવપુરી, 20 માર્ચઃ દેશને શરમથી ઝુકાવી દેનારી વધુ એક બળાત્કારની વારદાત પ્રકાશમાં આવી છે. પૂછો એ માં-બાપને, તેમના પર શુ વીતી હશે જ્યારે તેમની નજર સામે બે પૂત્રો સાથે સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હોય. જી હાં, મધ્ય પ્રદેશના શિવપૂરીમાં આવો જ એક મામલો પ્રકાશમાં આવ્યો છે.

અહીં હથિયારધારી ચાર લોકોએ બે સગી બહેનોને તેમના માં-બાપની હાજરીમાં જ હવસનો શિકાર બનાવવામાં આવી. પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ સામૂહિક દુષ્કર્મનો કેસ દાખલ કર્યો છે. તમામ આરોપીઓ ફરાર છે. જાણકારી અનુસાર, સોમવારની રાત્રે ચાર હથિયારધારી લોકોએ કરૈરા પોલીસ મથક વિસ્તારના રામનગર ગદદાઇમાં એક કુશવાહા પરિવાર હુમલો કર્યો અને પરિવારજનોની સામે જ બે બહેનો( ઉમર 18 અને 19 વર્ષ)ને પોતાની હવસનો શિકાર બનાવી. એટલું જ નહીં, પરિવારજનો સાથે મારપીટ પણ કરી.

protest-against-gang-rape
પીડિત પરિવારે આરોપ લગાવ્યો છે કે તેમમે કરૈરા પોલીસ મથકમાં પૂત્રોઓ સાથે થયેલા દુષ્કર્મની ફરિયાદ કરી, પરંતુ પોલીસે મારપીટનો કેસ દાખલ કર્યો, બાદમાં મેડિકલ ચેકઅપમાં દુષ્કર્મની પૃષ્ટિ થતા પોલીસે મજબૂરીવસ દુષ્કર્મનો કેસ દાખલ કરવો પડ્યો. કરૈરા ક્ષેત્રના અનુવિભાગીય અધિકારી પોલીસ આર એસ સોલંકીએ જણાવ્યું કે પીડિત પરિવારની ફરિયાદ પર રાજેશ રાવત, જિતેન્દ્ર, કુલદીપ અને મહિપાલ વિરુદ્ધ દુષ્કર્મ અને મારપીટનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ ઘટના સ્પષ્ટપણે એમપીના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના એ દાવાઓને પોકળ સાબિત કરી રહી છે, જેમાં તેમણે રાજ્યમાં મહિલાઓની સુરક્ષા અંગે વાત કરી હતી.

English summary
Two sisters were gang raped in front of their parents in Shivpuri district of Madhya Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X