15 લાખ મહિલાઓના અંડરગાર્મેન્ટ્સનો ડેટા કર્યો ચોરી, બ્લેકમેલ કરીને ક્રિપ્ટોકરન્સીમાં માંગ્યા પૈસા
Rajasthan Udaipur Crime News: રાજસ્થાનમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજસ્થાનના ઉદયપુરના રહેવાસી 36 વર્ષીય સંજય સોનીએ એક એવુ કૌભાંડ કર્યુ છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)એ એક પ્રમુખ ઑનલાઈન લૉન્જરી કંપનીના ગ્રાહકોને ડેટા ચોરીને બ્રાંડ પાસેથી પૈસી વસૂલવાના આરોપમાં સંજય સોનીની ધરપકડ કરી છે.
સંજય સોની પર લૉન્જરી કંપની Zivameમાંથી 15 લાખથી વધુ હિન્દુ મહિલાઓના અંગત ડેટાની ચોરી કરીને મુસ્લિમ દેશોમાં વેચવાનો આરોપ છે. આટલું જ નહીં, 15 લાખ હિન્દુ મહિલાઓના અન્ડરગાર્મેન્ટના ડેટાની ચોરી કરીને તે કંપનીને બ્લેકમેલ કરતો હતો અને ક્રિપ્ટોકરન્સીમાં પૈસાની છેતરપિંડી કરતો હતો.

દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, સંજય સોનીએ મહિલાઓની સંવેદનશીલ માહિતીમાં મોબાઈલ નંબર, સરનામું, જન્મ તારીખ, ઈમેલ આઈડી અને અન્ડરગાર્મેન્ટ્સની સાઈઝ સંબંધિત ડેટા કાઢ્યો હતો. કંપનીએ રાજસ્થાન એસઓજીને એલર્ટ કર્યા બાદ 31 મેના રોજ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને 3 જૂને કોર્ટમાં રજૂ કરી જેલમાં મોકલી આપ્યો હતો.
ધરપકડ બાદ, ઉદયપુરના રહેવાસી સંજય સોનીએ આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે કંપની દ્વારા ધર્મ પરિવર્તનના હેતુથી ઘણી હિન્દુ મહિલાઓના ડેટા વેચવામાં આવી રહ્યા છે.
એડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ (ATS અને SOG) અશોક રાઠોડે રવિવારે (4 જૂન) જણાવ્યું હતું કે, "આરોપીઓ સોશિયલ મીડિયા પર ચેડા કરાયેલા ડેટાને સાંપ્રદાયિક રંગ આપવા ઉપરાંત બ્લેકમેલ કરીને કંપની પાસેથી નાણાં પડાવી રહ્યા હતા."
પોલીસના જણાવ્યા અનુસાર, સોનીએ અગાઉ બગ સુધારવા માટે કંપનીનો સંપર્ક કર્યો હતો. કેસના તપાસ અધિકારી ઇન્સ્પેક્ટર પૂનમ ચૌધરીએ જણાવ્યું હતું કે સંજય સોનીએ બગ ફિક્સ કરવાના બદલામાં લૉન્જરી કંપની જીવામેને USD 1500 ચૂકવવાનું કહ્યું હતું અને બિટકોઇન દ્વારા તેમની પાસેથી USD 1000 પણ મેળવ્યા હતા.
જો કે, પાછળથી તેણે પૈસાની છેતરપિંડી કરવા માટે કંપનીનો ડેટા ઓનલાઈન અપલોડ કરવાનું શરૂ કરી દીધુ અને આરોપ લગાવ્યો કે તેણે હિન્દુ મહિલાઓની માહિતી લીધી અને ધર્મ પરિવર્તનના હેતુસર તેમને વેચી દીધા. આ ઘટના બાદ કંપનીએ પોલીસનો સંપર્ક કર્યો હતો.
આરોપીઓ સામે બેંગલુરુ, મુંબઈ, લખનઉ અને ઉદયપુરમાં વધુ પાંચ કેસ નોંધાયેલા છે. પોલીસે તેની સામે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી) એક્ટની કલમ 66 અને ભારતીય દંડ સંહિતાની કલમ 295A (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી) અને 153A (દુશ્મનીને પ્રોત્સાહન) હેઠળ કેસ નોંધ્યો છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી હેકિંગમાં સામેલ ઓનલાઈન સમુદાયનો ભાગ હતો. અમુક હેકર્સ કંપનીની વેબસાઇટ્સમાં સુરક્ષા સમસ્યાઓની ઓળખ કરે છે અને તેમને બગ શોધવા માટે ચૂકવણી કરવામાં આવે છે. પરંતુ સંજય સોની આર્થિક લાભ માટે આ ખામીઓનો ઉપયોગ કરવાનુ કામ કરતો હતો.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
