કોરોના સામેની જંગ માટે TATAએ 1500 કરોડ તો કોટક મહિન્દ્રાએ આપ્યા 50 કરોડ
કોરોના સામેની જંગ માટે TATAએ 1500 કરોડ તો કોટક મહિન્દ્રાએ આપ્યા 50 કરોડ
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોના સંક્રમણના મામલા તેજીથી ફેલાઈ રહ્યો છે. કોરોના વાયરસને પગલે દેશને લૉકડાઉન કરવામાં આવ્યું છે. દેશના પ્રધાનમંત્રીએ કોરોના વાયરસ સંકટથી લડવા માટે દેશવાસીઓની મદદ માંગી તો સામાન્યથી લઈ વીઆઈપી સુધીના લોકો ખાસ કરીને સંકટની આ ઘડીમાં સાથે ઉભા થઈ ગયા.કોરોના સંકટથી નિપટવા માટે મોટા ઉદ્યોગપતિઓએ સહાયતા રાશિ પ્રધાનમંત્રી રાહત કોષમાં આપી છે.

કોટક મહિન્દ્રા બેંક અને મેનેજિંગ ડાયરેક્ટર ઉદય કોટકા પીએમ કેર્સ ફંડેમાં 25-25 કરોડનું યોગદાન આપ્યું છે જ્યારે ટાટા સન્સ અને ટાટા ટ્ર્સ્ટે પણ પોતાનો ખજાનો ખોલી દીધો. ટાટા સંસ અને ટાટા ટ્ર્સ્ટે કોરોના સંકટથી નિપટવા માટે પ્રધાનમંત્રી રાહત કોષમાં 1500 કરોડ રૂપિયા નાખ્યા. પીએમ કેયર ફંડમાં આપવામાં આવેલ આ ધનરાશિનો ઉપયોગ સ્વાસ્થ્યકર્મચીઓ અને કોરોના વાયરસથી પ્રભાવિતો માટે જરૂરી મેડિકલ સુરક્ષા ઉપકરણ, તપાસ માટે કિટ્સની ખરીદી અને કોરોના વાયરસના ઈલાજ સુવિધાઓની સ્થાપના માટે કરવામાં આવશે.
રતન ટાટાએ આ વિશે ટ્વિટ કરી જાણકારી આપી અને કહ્યું કે કોરોના વિરુદ્ધની લડાઈમાં ટાટા ટ્રસ્ટ તરફથી 500 કરોડ રૂપિયા આપવામાં આવશે. જ્યારે ટાટા સંસ તરફથી પીએમ રાહત કોષમાં 1000 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ ઉપરાંત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના મુખિયા આનંદ મહિન્દ્રાએ મહિન્દ્રાના રિજોર્ટ્સને સંક્રમિત લોકોની કેર ફેસેલિટી તરીકે ઉપયોગ કરવાની રજૂ કરી હતી.
મહિન્દ્રા સમૂહે કોરોના વાયરના ઈલાજ માટે વેન્ટિલેટર ઉપલબ્ધ કરાવવાની રજૂઆત કરી છે. જ્યારે રિલાયન્સ ફાઉન્ડેશને કોરોના દર્દીના ઈલાજ માટે મુંબઈના સેવેન હિલ્સ હોસ્પિટલમાં 100 બેડનું COVID-19 હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે. જ્યારે ઈલાજ માટે ઉપયોગમાં લેવાનાર માસ્ક, પ્રોટેક્ટિવ સૂટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જ્યારે રિલાયન્સે મહારાષ્ટ્ર સીએણ રિલીફ ફંડમાં 5 કરોડ રૂપિયા આપ્યા છે.












Click it and Unblock the Notifications
