ઉદ્ધવે રાજ ઠાકરે સાથે સુલેહની શક્યતા નકારી

ઉધ્ધવે પાર્ટીના મુખપત્ર સામના અખબારમાં તંત્રીલેખમાં લખ્યું છે કે લોકો ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવા ઈચ્છે છે. તેમ છતાં તેઓ સ્વાદવિહોણી ખીચડી પણ ઈચ્છતા નથી. એમને સ્થિર સરકાર જોઈએ છે અને શિવસેનાની આગેવાની હેઠળના જોડાણમાં તેવી સરકાર આપવાની ક્ષમતા છે.
‘નીતિન ગડકરી, ગોપીનાથ મુંડે, દેવેન્દ્ર ફડનવીસ અને હવે રામદાસ આઠવલેએ મનસેને અમારા ભવ્ય જોડાણમાં સામેલ કરવાનું આમંત્રણ આપ્યું છે, પણ અમારા ત્રણ પક્ષનું જોડાણ સરસ રીતે કામ કરી રહ્યું છે અને એમાં ચોથા પક્ષનો ઉમેરો કરવાની કોઈ જરૂર નથી,' એમ ઉધ્ધવે વધુમાં લખ્યું છે. ઉધ્ધવે ગડકરી અને આઠવલેને સલાહ આપી છે કે તમે પહેલાં તમારું ઘર સંભાળો.












Click it and Unblock the Notifications
