ઉદ્ધવ ઠાકરેએ પોતાની ભૂલ સ્વીકારી, અમે ધર્મને રાજકારણ સાથે જોડ્યો અને ભાજપ સાથે રહ્યા
મહારાષ્ટ્રના સીએમ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે અમે ધર્મને રાજકારણ સાથે જોડીને અને ભાજપ સાથે રહીને ભૂલ કરી છે. ભાજપ પર નિશાન સાધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તમે આ દેશ વિશે વાત કરી પણ આ રાજકારણ છે. અમે કદાચ ભૂલ કરી હતી કે આપણે રાજકારણ અને ધર્મનું મિશ્રણ કરી રહ્યા છીએ. મહાભારતને ટાંકીને મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે ભૂલી ગયા કે 'ધર્મ'ના અનુયાયીઓ જુગારમાં હાર્યા હતા.

વિચારધારા પહેલાં જાતને જુઓ
ઉદ્ધવે કહ્યું, અમને ખબર પડી ગઈ છે કે રાજકારણ એક જુગાર છે. હિન્દુત્વને કારણે અમે (ભાજપ-શિવસેના) 25 વર્ષ સાથે રહ્યા. આપણે ધર્મ બદલાયો નથી. આપણે ગઈકાલે હિન્દુ હતા, આજે છે અને કાલે હોઈશું. અમે ત્રણ પક્ષમાં જોડાઇને સરકાર બનાવી છે, પરંતુ તમારી સાથે શું ચાલે છે? તમે મમતા બેનર્જી રામ વિલાસ પાસવાન અને પીડીપી જેવા વિરોધી વિચારધારાવાળા લોકો સાથે જોડાણ કર્યું છે.

ધર્મ વિશે વાત નહીં, તમારે અનુસરવું પડશે: ઉદ્ધવ
ઉદ્ધવે કહ્યું, માત્ર ધર્મ વિશે વાત ના કરો, તેનું પાલન કરવું પડશે. ધર્મ ફક્ત પુસ્તકોમાં જ નથી. તે વાસ્તવિક જીવનમાં જીવવું જોઈએ. દેવેન્દ્ર-જી, તમે મને પૂછ્યું કે શું મેં બાળાસાહેબને વચન આપ્યું હતું કે હું કોંગ્રેસની સાથે સરકાર બનાવીશ. ના મેં આવું વચન આપ્યું નથી. મેં એમ કહ્યું નહીં. જે વચન આપવામાં આવ્યું હતું તે મેં પૂર્ણ કર્યું. અમે જે વચનો આપ્યા છે તે પૂરા કરીશ.

લાંબો સમય સાથે રહ્યા છે શિવસેના-ભાજપ
શિવેસાના ઉગ્ર હિન્દુત્વનું રાજકારણ કરે છે અને મહારાષ્ટ્રમાં લાંબા સમયથી ભાજપની સહયોગી રહી ચુકી છે. તાજેતરની વિધાનસભાની ચૂંટણી પછી, ભાજપ સાથેનું તેનું જોડાણ તૂટી ગયું હતું અને શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસની મદદથી સરકાર બનાવી હતી. શિવસેના કોંગ્રેસ અને એનસીપી સાથે જવા અંગે ભાજપ સતત પ્રશ્નો ઉભા કરે છે.