For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ પર ભડક્યા ઉદ્ધવઃ મારુ હિંદુત્વ BJPના હિંદુત્વથી અલગ, અમારા વિચારો અલગ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક વાર ફરીથી ભાજપ પર આકરો વાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક વાર ફરીથી ભાજપ પર આકરો વાર કર્યો છે. પાર્ટીના મુખપત્ર સામનામાં છપાયેલા લેખમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે મારા અને ભાજપના વિચારો એક જેવા નથી, મારુ હિંદુત્વ ભાજપના હિંદુત્વથી અલગ છે, ધર્મનો ઉપયોગ કરવો અને સત્તા ઝૂટવવી મારુ હિંદુત્વ નથી, હું એક એવો રાષ્ટ્રવાદ નથી ઈચ્છતો જે શાંતિપૂર્ણ ન હોય, હું એવા હિંદુ રાષ્ટ્રની પરિકલ્પના પણ નથી કરતો, અમારી પરિકલ્પનામાં રાષ્ટ્રના લોકોની ખુશી સમાયેલી છે જેમાં તે નીડર બનીને રહે.

‘આજે દેશમાં લોકો એકબીજાને મારી રહ્યા છે'

‘આજે દેશમાં લોકો એકબીજાને મારી રહ્યા છે'

સીએમે લખ્યુ છે કે આજે દેશમાં લોકો એકબીજાને મારી રહ્યા છે અને દેશમાં અશાંતિનો માહોલ છે, આ તેમનુ હિંદુત્વ નથી, જે લોકોએ સત્તા ઝૂંટવવા માટે હિંદુત્વની ખોટી વ્યાખ્યા કરી, તે હિંદુત્વના હિમાયતી નથી, જે કંઈ પણ બની રહ્યુ છે તે ખોટુ થઈ રહ્યુ છે, સત્તા મેળવવા માટે કોઈ પણ હદે જવુ એ હિંદુત્વ નથી હોતુ, આજે લોભ અને નફરતની વાતો થઈ રહી છે કે જે બિલકુપ ખોટુ છે, ધર્મનો ઉપયોગ કરીને, હોળી સળગાવીને સત્તા મેળવવી મારુ હિંદુત્વ નથી.

...તો આનો અર્થ એ થઈ ગયો કે અમે દેશદ્રોહી છે?

...તો આનો અર્થ એ થઈ ગયો કે અમે દેશદ્રોહી છે?

ઠાકરેએ કહ્યુ કે જો અમે એનઆરસીનો વિરોધ કર્યો તો એનો અર્થ એ થઈ ગયો કે અમે દેશદ્રોહી છીએ અને જો અમે સમર્થન કર્યુ તો એનો અર્થ અમે દેશભક્ત, આવુ ના હોય, એનઆરસી લાવવાની હિંમત છે શું આમનામાં? તેમને એવુ બતાવવુ છે કે અમે ઘૂસણખોરોને કાઢવા માંગીએ છે પરંતુ આ કાઢવા નથી દેતા એટલે એ દેશદ્રોહી છે.

ખોટી વસ્તુ સહન નહિ કરુઃ ઠાકરે

ખોટી વસ્તુ સહન નહિ કરુઃ ઠાકરે

નાગરિકતા સિદ્ધ કરવી માત્ર મુસલમાનો સુધી સીમિત નથી પરંતુ હિંદુઓને પણ મુશ્કેલી થશે, હું એ કાયદાને આવવા નહિ દઉ, ઉદ્ધવે કહ્યુ કે હું એનઆરસી એટલા માટે નહિ આવવા દઉ કારણકે આમાં હિંદુઓ પણ પિસાઈ જશે, હું સીએમ રહુ કે ના રહુ પરંતુ ખોટી વસ્તુ સહન નહિ કરુ અને એનઆરસીનો વિરોધ કરતો રહીશ, મારા હિંદુ રાષ્ટ્રની વ્યાખ્યા અલગ છે. આવુ હિંદુત્વ મારા પિતા દ્વારા શીખવવામાં નથી આવ્યુ.

આ પણ વાંચોઃ પિતાને આતંકવાદી કહેનારા પર વરસી સીએમ અરવિંદ કેજરીવાલની દીકરીઆ પણ વાંચોઃ પિતાને આતંકવાદી કહેનારા પર વરસી સીએમ અરવિંદ કેજરીવાલની દીકરી

English summary
Uddhav Thackeray hit out at the BJP saying his idea of Hindutva is different.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X