રોબર્ટ વાઢેરા પાસે 'સાસુ મા' છે: ઉદ્વવ ઠાકરે

ઉદ્વવ ઠાકરેએ રોબર્ટ વાઢેરા પર કટાક્ષ કરતા જણાવ્યું હતુ કે તેમની પાસે 'સાસુ મા' છે. તેમના નિવેદનથી અંદાજ લગાવી શકાય છે કે શબ્દોના બાણ ચલાવવામાં હવે ઉદ્વવ ઠાકરે તેમના ભાઇ રાજ ઠાકરેની સરખામણી કરી રહ્યા છે.
ઉદ્વવ ઠાકરેએ દીવાર ફિલ્મના પેલા પ્રસિદ્ધ ડાયલોગને વાઢેરા માટે ઉપયોગ કર્યો જેમાં હિરો કહે છે કે 'મેરે પાસ મા હૈ'. આનાથી એક બાબત સાફ થાય છે કે ઉદ્વવ એવું જતાવવા માગે છે કે 'લોકો ગમે તેટલા આરોપ લગાવે, પરંતુ રોબર્ટ વાઢેરાનો કોઇ વાળ પણ વાંકો કરી નહીં શકે કારણ કે...તેની પાસે સાસૂ મા છે. '
અત્રે ઉલ્લેખનીય છે કે દશેરા રેલીમાં બાલ ઠાકરેએ સોનિયા ગાંધી પર નિશાનો સાધતા જણાવ્યું હતુ કે 'અંગ્રેજ ગયા તો ઇટાલિયન આવી ગયા'. લાગે છે કે હવે શિવસેના પરિવાર કોંગ્રેસ પરિવાર પર હુમલો કરવા લાગી છે.












Click it and Unblock the Notifications
