Shiv Sena Symbol Row: 'મોગેંબો ખુશ હુઆ', શિવસેના છીનવાઈ જતા ઉદ્ધવ ઠાકરેએ અમિત શાહને માર્યો ટોણો

ચૂંટણી પંચે શિવસેનાનુ નામ અને ચિહ્ન એકનાથ શિંદે જૂથને આપી દેવાના નિર્ણય પર નારાજ ઉદ્ધવે કેન્દ્રીય મંત્રી અમિત શાહ પર જોરદાર ટોણો માર્યો. તેમણે કહ્યુ કે, મોગેંબો ખુશ હુઆ

Shiv Sena Symbol Row: શિવસેનાનુ નામ અને પાર્ટી ચિહ્ન એકનાથ શિંદે જૂથને આપી દેવાના ચૂંટણી પંચના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરીને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય મંત્રી અમિત શાહ પર કટાક્ષ કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાના ફેમસ ડાયલૉગ દ્વારા અમિત શાહ પર ટોણો મારીને કહ્યુ કે, 'મોગેંબો ખુશ હુઆ'.

uddhav thackrey -amit shah

અમિત શાહ પર નિશાન સાધીને ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, 'આ મોગેંબો છે, જો તમને મિસ્ટર ઈન્ડિયા ફિલ્મ યાદ હોય તો, મોગેંબો આ જ ઈચ્છતો હતો, દેશમાં પરસ્પર લડાઈ થવી જોઈએ. જો લોકો એકબીજા સાથે લડતા રહેશે, તો હું રાજ કરીશ. આ આજના મોગેંબો છે. જે સાથે છે એ આપણા છે. તે હિંદુ હોય કે બીજુ કોઈ, તેનાથી કોઈ ફરક નથી પડતો. જો તમે અમારી પાર્ટીમાં સામેલ થાવ છો, તો તમે એક હિંદુ છો.'

ઠાકરેએ ભાજપ પર હુમલો કરીને કહ્યુ કે, 'ભાજપે ગઠબંધનનુ પાલ નહોતુ કર્યુ અને તેણે તે છોડવા માટે મજબૂર કરી દીધા હતા. તેમણે કોંગ્રેસનો હાથ નથી પકડ્યો પરંતુ ભાજપે તેમને આમ કરવા માટે મજબૂર કર્યા. ચૂંટણી પંચ આવો નિર્ણય લેશે, વિચાર્યુ નહોતુ, મારુ તીર-કમાન ચોરી લીધુ છે પરંતુ ભગવાન રામ અમારી સાથે છે.' તમને જણાવી દઈએ કે શિવસેનાના ચૂંટણી ચિહ્ન અને પાર્ટીના નામને લઈને ચૂંટણી પંચના નિર્ણય બાદ હવે ઉદ્ધવ ઠાકરે સુપ્રીમ કોર્ટમાં જવાની યોજના બનાવી રહ્યા છે. બીજી તરફ એકનાથ શિંદેએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી દીધી છે.

અંધેરીમાં ઉત્તર ભારતના લોકો સાથે વાતચીત દરમિયાન ઠાકરેએ અમિત શાહ પર નિશાન સાધ્યુ અને ચૂંટણી પંચના નિર્ણય પર કહ્યુ કે હવે દૂધનુ દૂધ અને પાણીનુ પાણી થઈ ગયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, સીબીઆઈ તેમના વરુ છે. સંસદમાં પીએમ મોદીના તાજેતરના ભાષણનો ઉલ્લેખ કરતા ઠાકરેએ કહ્યુ કે તેઓ ED અને CBIના રૂપમાં પોતાના વરુઓને મોકલે છે અને પછી દાવો કરે છે કે તેઓ એકલા લડે છે.

ઠાકરેએ પીએમ મોદી પર નિશાન સાધીને વધુમાં કહ્યુ કે, '1993ના બૉમ્બ બ્લાસ્ટ વખતે જ્યારે શિવસૈનિકોએ મુંબઈને બચાવ્યુ હતુ, અત્યારે હિંદુત્વની વાત કરનારા ત્યારે ક્યાં હતા? 56ની છાતીની વાતો કરનારાની 56ની છાતી ક્યાં હતી? એક સમયે લોકો રેલીઓમાં મોદીનુ માસ્ક પહેરતા હતા, હવે પીએમ મોદી મારા પિતા બાલાસાહેબ ઠાકરેના માસ્કની પાછળ પડ્યા છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X