ચૂંટણી પંચના નિર્ણયને ઉદ્ધવ ઠાકરે સુપ્રીમ કોર્ટમાં પડકારશે, જાણો શું કહ્યું?

ઠાકરેએ જણાવ્યુ કે, ચૂંટણી પંચના આ આદેશ સામે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. અમને ખાતરી છે કે સુપ્રીમ કોર્ટ આ આદેશને રદ કરશે.

નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ બાદ ઉદ્ધવ ઠાકરેએ સત્તા ગુમાવી છે અને હવે પાર્ટી પણ હાથમાંથી ગઈ છે. ચૂંટણી પંચે પાર્ટી ઠાકરે જુથને સોંપી દેતા હવે ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટમાં જવાની જાહેરાત કરી છે.

Uddhav Thackeray

પાર્ટી એકનાથ સિંદે જૂથને સોંપાતા હવે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા ચૂંટણી પંચે પોતાનો નિર્ણય ન આપવો જોઈએ. જો ધારાસભ્યો અને સાંસદોની સંખ્યાના આધારે પક્ષનું અસ્તિત્વ નક્કી કરવામાં આવે તો કોઈપણ મૂડીવાદી ધારાસભ્યો, સાંસદોને ખરીદીને મુખ્યમંત્રી બની શકે છે.

શિવસેનાના વિભાજન પહેલા પાર્ટીના પ્રમુખ રહેલા ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યુ કે, ચૂંટણી પંચના આ આદેશ સામે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. અમને ખાતરી છે કે સુપ્રીમ કોર્ટ આ આદેશને રદ કરશે અને 16 ધારાસભ્યોને સુપ્રીમ કોર્ટ ગેરલાયક ઠેરવશે.

અહીં તમને જણાવી દઈએ કે, કેન્દ્રીય ચૂંટણી પંચે સાંસદો અને ધારાસભ્યોના મતોના આધારે એકનાથ શિંદેને શિવસેના અને પક્ષનું ચૂંટણી ચિન્હ આપવાની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે કહ્યું કે, શિવસેનાનું બંધારણ અલોકતાંત્રિક છે અને અસંમતિના અવાજને દબાવી દેવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X