આધાર કાર્ડની ગોપનીયતાને શ્રેષ્ઠ કરવા UIDAIએ કર્યું આ ખાસ કામ

શું તમે તમારા આધારકાર્ડની ગોપનીયતાને લઇને ચિંતિત છો. તો વાંચો આ સમાચાર કારણ કે યુઆઇડીએઆઇ એ આધાર કાર્ડની ગોપનીયતા વધારવા માટે એક નવો કોડ રજૂ કર્યો છો. જાણો વધુ અહીં.

આધારની ગોપનીયતા વધુ સારી બને તે માટે બુધવારે યુઆઇડીએઆઇએ નવો ક્યૂઆર કોડ રજૂ કર્યો છે. જેમાં યુઝરનું નામ, સરનામુ અને તેની ફોટો તથા જન્મતારીખ જેવી જાણકારી હાજર હશે. ભારતીય વિશિષ્ટ ઓળખ ઓથોરિટી (યુઆઇડીએઆઇ) મુજબ આ બારકોડનો ઉપયોગ 12 અંકોનો ખુલાસો કર્યા વગર પણ ઓફલાઇન ચકાસણી માટે કરી શકાય છે. યુઆઇડીએઆઇનો દાવો છે કે આનાથી આધાર કાર્ડને મજબૂતી મળશે.

કેવી રીતે મેળવશો બારકોડ?

કેવી રીતે મેળવશો બારકોડ?

આધાર કાર્ડ ગ્રાહક યુઆઇડીએઆઇની વેબસાઇટ પર તેના મોબાઇલ એપથી ક્યૂઆર કોડ વાળા આઇડીને ડાઉનલોડ કરી શકે છે. QR કોડ એક બોરકોડની જેવો છે. જેની પર છપાયેલી સૂચનાઓ મશીન સરળતાથી વાંચી શકે છે.

શું થશે ફાયદો?

શું થશે ફાયદો?

કાર્ડ ગ્રાહકો વિભિન્ન જગ્યાઓ પર ચકાણી માટે પોતાનો આધાર કાર્ડ સંખ્યા આપવાના બદલે બારકોડનો પ્રયોગ કરી શકે છે. આ નવી સુવિધાને આધાર ડાઉનલોડ દ્વારા મેળવી શકાય છે. પૂર્ણ આધારની ચકાસણીની જરૂરીયાત ખાલી તેવી જગ્યાઓ પર હોય જ્યાં કાનૂન હેઠળ તેની બતાવવું જરૂરી બને છે. જેમ કે બેંક ખાતુ, દૂરસંચાર સેવાઓ કે પછી સબસિડી. આ સ્થળો પર આધાર કાર્ડની સંપૂર્ણ ચકાસણી થાય છે.

આધાર કાર્ડ એક ઓળખપત્ર

આધાર કાર્ડ એક ઓળખપત્ર

ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડને હવે સરકાર ફરજિયાત કરી તમામ અગત્યના ઓળખપત્રો સાથે જોડવામાં આવી રહ્યું છે. આ માટે દરેક વ્યક્તિને આધાર કાર્ડ માટે નોંધણી કરાવવી જરૂરી છે. નોંધનીય છે કે સરકાર નિશુક્લ રીતે આધાર કાર્ડની નોંધણી કરે છે. આધારકાર્ડ એક ઓળખપત્ર છે. અને હાલમાં જ તેના ગોપનીયતાને લઇને અનેક સવાલો ઊભા થયા છે. જે બાદ આ નવા પગલાં લેવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X