For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Farmers Protest પર UN માનવાધિકારનુ ટ્વિટ, કહ્યુ - અધિકારી અને પ્રદર્શનકારી રાખે સંયમ

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારે પણ બધાને સંયમ રાખવાની અપીલ કરી છે.

|
Google Oneindia Gujarati News

Farmers Protest: છેલ્લા 73 દિવસથી દિલ્લી પાસેની સીમાઓ પર ખેડૂતોનુ આંદોલન ચાલી રહ્યુ છે. ખેડૂતોએ સ્પષ્ટ કરી દીધુ છે કે જ્યાં સુધી નવા કૃષિ કાયદાને પાછા લેવામાં નહિ આવે ત્યાં સુધી તેમનુ આંદોલન ચાલુ રહેશે. પહેલા ગણતંત્ર દિવસ પર ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી. એ દરમિયાન લાલ કિલ્લા સહિત દિલ્લીના ઘણા વિસ્તારોમાં જોરદાર હિંસા થઈ. ત્યારબાદ હવે આજે ખેડૂતોએ ચક્કાજામનુ એલાન કર્યુ છે. આ દરમિયાન શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારે પણ ખેડૂત આંદોલન વિશે ટ્વિટ કર્યુ. સાથે જ બધાને સંયમ રાખવાની અપીલ કરી.

farmers protest

સંયુક્ત માનવાધિકારે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર લખ્યુ કે અમે ભારતના બધા અધિકારીઓ અને પ્રદર્શનકારીઓને અપીલ કરીએ છીએ કે તે ખેડૂત આંદોલન દરમિયાન વધુને વધુ સંયમ રાખે. અભિવ્યક્તિની આઝાદી શાંતિપૂર્વક ઑફલાઈન કે ઑનલાઈન રીતે સંરક્ષિત કરવી જોઈએ. બધા લોકો માટે આ મામલે યોગ્ય સમાધાન શોધવુ જરૂરી છે.

દિલ્લીમાં થઈ હતી જોરદાર હિંસા

તમને જણાવી દઈએ કે ખેડૂતોએ દિલ્લી પોલિસને ગણતંત્ર ટ્રેક્ટર રેલી કાઢવા માટે મંજૂરી માંગી હતી. ઘણા દોરની વાતચીત બાદ પોલિસે નક્કી રૂટ પર રેલીની મંજૂરી આપી. આ દરમિયાન મોટી સંખ્યામાં ઉપદ્રવી ટ્રેક્ટર્સની સાથે લાલ કિલ્લા સુધી પહોંચી ગયા અને ત્યાં જોરદાર હિંસા કરી. સાથે જ લાલ કિલ્લા પર નિશાન સાહિબ લહેરાવી દીધુ. આ હિંસામાં એક વ્યક્તિનુ મોત થઈ ગયુ જ્યારે 400થી વધુ પોલિસકર્મી ઘાયલ થઈ ગયા હતા.

આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠ્યો મુદ્દો

ગણતંત્ર દિવસ પર થયેલી હિંસા બાદ ખેડૂત આંદોલને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણુ ચર્ચામાં રહ્યુ. સૌથી પહેલા પૉપ સ્ટાર રિહાનાએ ખેડૂત આંદોલન સાથે જોડાયેલ એક ન્યૂઝ લિંક શેર કરી અને પૂછ્યુ કે આપણે આના પર વાત કેમ નથી કરી રહ્યા. ત્યારબાદ પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગે પણ ખેડૂતોના સમર્થનનુ એલાન કર્યુ. જો કે બાદમાં ભારતીય વિદેશ મંત્રાલયે વિદેશી હસ્તીઓને આંતરિક મામલે દખલ ન દેવાની સલાહ આપી હતી.

ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કરવા રિહાનાને મળ્યા 18 કરોડ!ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કરવા રિહાનાને મળ્યા 18 કરોડ!

English summary
UN Human Rights on farmers protest exercise maximum restrain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X