ગુરૂગ્રામમાં રેલ્વે ક્રોસિંગ પાસેનો અંડરપાસ તુટ્યો, મજુરો દબાયા, બચાવ કાર્ય જારી
હરિયાણાના ગુરુગ્રામથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુરુગ્રામમાં ધનવાપુર રેલ્વે ક્રોસિંગ પાસે એક નિર્માણાધીન અંડરપાસ અચાનક તૂટી પડ્યો છે. જેમાં કેટલાક મજૂરો ફસાયા હોવાનો મામલો સામે આવ્યો છે. આ વિસ્તારના એસએચઓ પ્રદીપ કુમારે કહ્યું કે અમને કેટલાક મજૂરો કાટમાળમાં ફસાયા હોવાની માહિતી મળી છે, તેમને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ધનવાપુર રેલ્વે ક્રોસિંગ નંબર 26 પાસે એક નિર્માણાધીન અંડરપાસ તૂટી પડવાને કારણે આ ઘટના બની હતી. જ્યાં મજૂરો કામ કરતા હતા. એસએચઓએ કહ્યું કે અંડરપાસના નિર્માણમાં લગાવવામાં આવેલ શટરિંગ તૂટી જવાને કારણે આ દુર્ઘટના થઈ હતી, જેમાં ઘણા કામદારો ફસાયા હોવાની માહિતી મળી હતી.
તેમણે એ પણ જણાવ્યું કે તમામ બચાવ ટુકડીઓ સ્થળ પર પહોંચી ગઈ છે અને ફસાયેલા મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં વ્યસ્ત છે.
VIDEO | Part of under construction underpass collapses in Dhanwapur, Gurugram. More details are awaited.
— Press Trust of India (@PTI_News) August 3, 2023
(Source: Third Party) pic.twitter.com/fsGtxbBdzM












Click it and Unblock the Notifications
