For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુનિવર્સિટી પ્રણાલીથી સુશિક્ષિત સ્નાતકો નથી મળતા: થરૂર

|
Google Oneindia Gujarati News

shashi tharoor
નવી દિલ્હી, 5 નવેમ્બર: કેન્દ્રીય માનવસંસાધન વિકાસ રાજ્યમંત્રી શશિ થરૂરે સોમવારે જણાવ્યું હતું કે જીડીપીનું જે લક્ષ્ય નક્કી કર્યું છે તેને પ્રાપ્ત કરવા માટે શિક્ષણની ગુણવત્તામાં સુધાર લાવવો જરૂરી છે.

થરૂરે હાયર એજ્યુકેશન પર ભારતીય વાણિજ્ય અને ઉદ્યોગ પરિસંઘ ફિક્કીના એક કાર્યક્રમમાં જણાવ્યું કે સૌથી મોટી વાત એ છે કે ગુણવત્તા સભર શિક્ષણ આપવાની દિશામાં કોઇ મહત્વપૂર્ણ સુધારાઓ કરાયા નથી. થરૂરે કહ્યું કે દેશના વિકાસની ગતિને યથાવત રાખવા માટે વૈશ્વિક સ્તરનું હાયર એજ્યુકેશન પર્યાપ્ત કરાવવું જરૂરી છે.

તેમણે જણાવ્યું કે યુજીસી તરફથી 1,471 કોલેજ અને 111 યુનિવર્સિટીયોમાં આધારભૂત સંરચનાઓને લઇને કરાવવામાં આવેલા સર્વેમાં 73 ટકા જેટલી કોલેજો અને 68 ટકા યુનિવર્સિટી મધ્યમ અથવા નિમ્ન ગુણવત્તાને હાસલ કરી શકી નથી.

તેમણે જણાવ્યું કે ભારતીય કંપનીઓની જરૂરીયાત પૂરી કરવા માટે યુનિવર્સિટીઓની હાલની પ્રણાલીથી સુશિક્ષિત સ્નાતક નથી મળી રહ્યા.

English summary
The university system was not producing “well-educated” graduates to meet needs of Indian companies, giving an opportunity to firms to enter the sector in the “guise” of training, Minister of State for Higher Education Shashi Tharoor on Monday said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X