Union Budget 2024: આ સેક્ટરમાં થશે લાભ, રોકાણકારોને લાગશે લોટરી

Union Budget 2024: કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ આજે બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં સામાન્ય જનતા સાથે રોકારણકારોને ઘણી આશા છે. એક્સિસ સિક્યોરિટિઝ તરફથી આવનારા બજેટને લઇને રોકાણકારોએ આઉટલુક જાહેર કર્યો છે.

બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે, આ વખતે બજેટમાં દરેકનું ધ્યાન મૂડીખર્ચ પર રહેશે. ગ્રામીણ અર્થવ્યવસ્થામાં ખર્ચમાં વધારો થવાની સંભાવના છે.

આ સિવાય સરકાર પાવર, યુટિલિટી અને રિન્યુએબલ પર વધારાનો ખર્ચ વધારી શકે છે. તેની અસર રેલવે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કેપિટલ ગુડ્સ સેક્ટર પર જોવા મળી શકે છે. આવા સમયે, એફએમસીજી અને ઓટો ક્ષેત્ર સાથે સંબંધિત કંપનીઓને ગ્રામીણ અર્થતંત્રમાં ઊંચા ખર્ચનો ફાયદો થશે.

Union Budget 2024

બજેટની અસર આ ક્ષેત્રો પર જોવા મળશે

સિમેન્ટ - એક્સિસ સિક્યોરિટીઝે કહ્યું છે કે, સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર ખર્ચ કરવાનું ચાલુ રાખશે. સિમેન્ટ સેક્ટરને તેનો ફાયદો થશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મૂડી ખર્ચ વાર્ષિક ધોરણે 15 ટકા વધી શકે છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર - સરકારનું સતત ધ્યાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર છે. આનો ફાયદો પણ સેક્ટરને મળી રહ્યો છે. સરકાર બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે પણ જાહેરાત કરી શકે છે.

પાવર - બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે, સૂર્યોદય યોજનાનો સીધો ફાયદો સોલાર પેનલ, સોલાર ગ્લાસ અને સોલાર બેટરી બનાવતી કંપનીઓને થશે.

ફાર્મા - આ વખતે ફાર્મા સેક્ટરને આશા છે કે તે પ્રમોશન ઓફ રિસર્ચ એન્ડ ઈનોવેશન પ્રોગ્રામ (PRIP)માં વધુ ફંડ ફાળવી શકે છે. તેનાથી ફાર્મા સેક્ટરને સીધો ફાયદો થશે. ગયા બજેટમાં સરકારે રૂ. 5000 કરોડનું PRIP ફંડ ફાળવ્યું હતું.

કેપિટલ ગુડ્સ - ઉદ્યોગને અપેક્ષા છે કે સરકાર બજેટ 2024માં રેલવે વગેરે પર મૂડી ખર્ચ ચાલુ રાખે. ઇલેક્ટ્રિક ઉત્પાદન વધારવા માટે એક સ્કીમ પણ રજૂ કરવામાં આવી શકે છે, જેનાથી કેપિટલ ગુડ્સ સેક્ટરને ફાયદો થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X