મોદી કેબિનેટે POCSO એક્ટ સુધારાને આપી મંજૂરી, બિલમાં મોતની સજાની જોગવાઈ

કેબિનેટે આજે થયેલી મીટિંગમાં યૌન અપરાધોથી બાળકોને સંરક્ષણ (પોક્સો) અધિનિયમ 2012માં સુધારાને મંજૂરી આપી.

મોદી સરકારની કેન્દ્રીય કેબિનેટની બેઠક બુધવારે થઈ. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા. કેબિનેટે આજે થયેલી મીટિંગમાં યૌન અપરાધોથી બાળકોને સંરક્ષણ (પોક્સો) અધિનિયમ 2012માં સુધારાને મંજૂરી આપી. આ અધિનિયમ અનુસાર બાળકો સામે યૌન અપરાધો માટે મોતની સજાની જોગવાઈ છે. પીએમ મોદીની આગેવાનીમાં આ કેબિનેટની બેઠક થઈ.

prakash javdekar

કેન્દ્રની આર્થિક મામલાની કેબિનેટ કમિટીએ પ્રધાનમંત્રી માર્ગ યોજનાના ત્રીજા તબક્કાના વિસ્તારને મંજૂરી આપી. જે હેઠળ દેશભરમાં 1,25,000 કિલોમીટરનો રસ્તો બનાવવામાં આવશે. જે બનાવવામાં 80,250 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આની માહિતી આપી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અટલજીના સમયમાં શરૂ થઈ હતી અને તેના ત્રીજા તબક્કાના વિસ્તારને મંજૂરી આપવામાં આવી છે.

કેન્દ્રીય કેબિનેટની મીટિંગમાં આ ઉપરાંત ઘણા નિર્ણયો લેવામાં આવ્યા. કેબિનેટે ટ્રાંસજેન્ડર વ્યક્તિઓ (અધિકારોનું સંરક્ષણ) બિલ 2019ને પણ મંજૂરી આપી દીધી. આ ઉપરાંત કેબિનેટે વ્યાવસાયિક સુરક્ષા, આરોગ્ય અને કાર્યશરતો બિલ, 2019 પર સંહિતાને મંજૂરી આપી. કેબિનનેટે ભારતને ખાલીસ્તાન સમર્થિક સિખ ફૉર જસ્ટીસ સંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો છે.

આ પહેલા ઘણી વાર પાકિસ્તાની ખૂફિયા એજન્સી દ્વારા આ સંગઠનના સહારે પંજાબમાં માહોલ બગાડવાના સમાચારો સામે આવી ચૂક્યા છે. સિખ ફૉર જસ્ટીસ સંગઠન પર આરોપ હતો કે આ ખાલીસ્તાન જનમત સંગ્રહમાં શામેલ હોવા માટે આવનારા લોકોને મફત હવાઈ ટિકિટ આપી રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X