સમયયસર કામ નહીં પૂરું કર્યું તો થશે 50 હજાર સુધીનો દંડ

જાણકારી અનુસાર કેબિનેટે આખરે નિર્ધારિધ સમયમાં કાર્ય પૂર્ણ કરવાના ખરડા પર મંજૂરીની મહોર મારી દીધી છે. આ બિલને મંજૂરી આપી દીધા બાદ હવે સરકારી સંસ્થાઓમાં અને અન્ય સરકારી સંલગ્ન સંસ્થાઓમાં નિર્ધારીત સમય મર્યાદામાં કાર્ય પૂરું નહીં થાય તો દંડ ફટકારવામાં આવશે. ગૃહ, કર્મચારી વર્ગ અને કાનૂન મંત્રાલય નક્કી કરશે કે દંડનો પ્રકાર કેવો રહેશે અને કેટલો રહેશે.
ઉલ્લેખનીય છે કે ટીમ અણ્ણા ગયા વર્ષે પોતાના આંદોલન દરમિયાન એ વાત પર ભાર મૂક્યો હતો કે પ્રસ્તાવિત લોકપાલ અંતર્ગત સિટીજન ચાર્ટર (નાગરિક જાહેરાત પત્ર) ને પણ સામેલ કરવામાં આવે કારણ કે જનતા સમયસર પોતાનું કામ કરાવી શકે. લોકપાલ વિધેયકમાં સિટીજન ચાર્ટરનું હોવું ખુબ જ જરૂરી છે. આની સાથે લોકોને પોતાનું કામ સમયસર કરાવવામાં મદદ મળશે.
ઉપરાંત રાષ્ટ્રીય સલાહકાર પરિષદના સભ્ય અરૂણા રોયે પણ પ્રસ્તાવિત નાગરિક સમસ્યા નિવારણ વિધેયકનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે સરકારી કામકાજના સંબંધમાં જનતાના પ્રશ્નોના નિવારણ માટે સ્વતંત્ર વિધેયક જરૂરી છે.












Click it and Unblock the Notifications
