કેન્દ્રીય મંત્રી ડો.સુભાષ સરકાર બોલ્યા- કાળા હતા રવિન્દ્રનાથ ટાગોર, ભડકી ટીએમસી
બંગાળમાં ટીએમસી અને ભાજપની લડાઈ ઉગ્ર બની રહી છે. તાજેતરનો મુદ્દો નોબેલ વિજેતા અને મહાન કવિ-લેખક રવિન્દ્રનાથ ટાગોરનો છે. હકીકતમાં, બુધવારે, કેન્દ્રીય મંત્રી ડો.સુભાષ સરકારે રવિન્દ્રનાથ ટાગોર વિશે કંઈક કહ્યું, જેના પર વિવા
બંગાળમાં ટીએમસી અને ભાજપની લડાઈ ઉગ્ર બની રહી છે. તાજેતરનો મુદ્દો નોબેલ વિજેતા અને મહાન કવિ-લેખક રવિન્દ્રનાથ ટાગોરનો છે. હકીકતમાં, બુધવારે, કેન્દ્રીય મંત્રી ડો.સુભાષ સરકારે રવિન્દ્રનાથ ટાગોર વિશે કંઈક કહ્યું, જેના પર વિવાદ ઉભો થયો. તેમણે બુધવારે વિશ્વ ભારતી યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે 'રવિન્દ્રનાથ ટાગોર ગોરા ન હતા, તેમનો રંગ કાળો હતો, તેથી તેમના પરિવારના સભ્યોએ તેમને તેડ્યા ન હતા.'

જેના પર તૃણમૂલ રોષે ભરાયુ છે, તેમણે તેને ગુરુદેવ અને બંગાળનું અપમાન ગણાવ્યું છે. તેમણે સરકારના નિવેદનને 'જાતિવાદી' ગણાવ્યું છે અને બીજેપીને તેના માટે માફી માંગવાનું કહ્યું છે એટલું જ નહીં, તેણે એવી ધમકી આપી છે કે સુભાષ સરકારને ફરી ક્યારેય વિશ્વ ભારતીમાં પ્રવેશવા દેવા નહીં. માત્ર ટીએમસી જ નહીં પરંતુ સીપીઆઈએમે પણ ડો.સુભાષ સરકારના નિવેદનની સખત નિંદા કરી છે, તેમણે કહ્યું કે આવી વાતો ભાજપની જાતિવાદી અને બંગાળી વિરોધી વિચારસરણી બોલે છે.
જો કે બોલતી વખતે ડો.સુભાષ સરકારે રવિન્દ્રનાથના કેટલાક સંસ્મરણોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તે જાણીતું છેકે રવિન્દ્રનાથે તેમના સંસ્મરણમાં લખ્યું છે 'હું ખરેખર મારી માતાનો કાળો પુત્ર હતો', હાલમાં TMC એ આ મુદ્દે ભાજપ સામે મોરચો ખોલ્યો છે. જો કે આ મામલે હજુ સુધી ભાજપ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
કોણ છે સુભાષ સરકાર?
તમને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી ડો.સુભાષ સરકારની ગણતરી બંગાળના પ્રખ્યાત નેતાઓમાં થાય છે. વર્ષ 2019 માં ડો.સુભાષ સરકારે TMC ના નેતા અને રાજ્ય સરકારના પંચાયત મંત્રી સુબ્રત મુખર્જીને હરાવીને બાંકુરાથી લોકસભાની ચૂંટણી જીતી. મૂળ બાંકુરા જિલ્લાના રહેવાસી, સુભાષ સરકાર વ્યવસાયે ડોક્ટર છે.












Click it and Unblock the Notifications
