For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

“PM મોદી અને કોંગ્રેસ નેતા વચ્ચે મૂંછ અને પૂંછના વાળ જેટલું અંતર”

કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કેન્દ્રિય મંત્રી નરેન્દ્ર તોમરે વિવાદિત નિવેદન આપ્યું છે. નરેન્દ્ર મોદીજી અને કોંગ્રેસ નેતામાં જે અંતર છે જેટલું અંતર મૂંછના વાળ અને પૂંછડીના વાળમાં હોય.

By Shachi
|
Google Oneindia Gujarati News

કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કેન્દ્રિય મંત્રી નરેન્દ્ર તોમરે વિવાદિત નિવેદન આપ્યું છે. 30 ડિસેમ્બરના રોજ એક કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીજી અને કોંગ્રેસ નેતામાં જે અંતર છે એ એટલી દૂરનું છે કે, જેટલું અંતર મૂંછના વાળ અને પૂંછડીના વાળમાં હોય. તોમર મધ્ય પ્રદેશ સ્થિત શિવપુરીમાં એક સભા સંબોધિત કરી રહ્યા હતા. શિવપુરી જિલ્લામાં કોલારસ અને અશોકનગરની મુંગાવલી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાનાર છે. વર્તમાન સમયમાં બંને બેઠકો કોંગ્રેસ પાસે જ છે. ભાજપ આ બંને બેઠકો પર વિજય મેળવવા માટે આસમાન-જમીન એક કરી રહી છે.

India

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ યુપીમાં રાહુલ ગાંધીને આગળ કરી સપાના અખિલેશ યાદવ સાથે સમાધાન કરી ચૂંટણી લડી હતી. ત્યારે એ લોકોને આશા હતી કે, યુવાઓના મત તેમને મળશે. એ પછી ગુજરાતમાં ત્રણ યુવાઓ સાથે મળીને કોંગ્રેસ ચૂંટણી લડી, પરંતુ ચૂંટણીના પરિણામોએ સાબિત કર્યું કે, દેશની જનતા નરેન્દ્ર મોદી સાથે જ છે. તોમરે કહ્યું કે, કોંગ્રેસ એક પરિવારની પાર્ટી છે, પરંતુ ભાજપમાં એક ચાવાળો પણ પીએમ બની શકે છે. હાલ જે બે બેઠકો પર પેટાચૂંટણી થનાર છે, એ કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનું ક્ષેત્ર છે. ભાજપ અહીં કોંગ્રેસને હરાવીને સિંધિયા પર પ્રશ્ન કરવાની તક મેળવવા માંગે છે.

English summary
Union Minister Narendra Singh Tomar twilight comparison of pm modi and congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X