હવે મોદી મંત્રીએ જણાવી હનુમાનની જાતિ, ‘દલિત નહિ આર્ય હતા બજરંગબલી'
રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બજરંગ બલીને દલિત ગણાવ્યા હતા તો હવે મોદી સરકારના એક મંત્રીએ આ રાજ્યમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને આર્ય ગણાવ્યા છે.
રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બજરંગ બલીને દલિત ગણાવ્યા હતા તો હવે મોદી સરકારના એક મંત્રીએ આ રાજ્યમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને આર્ય ગણાવ્યા છે. અલવરમાં વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે આવેલા કેન્દ્રીય માનવ સંશાધન રાજ્યમંત્રી સત્યપાલ સિંહે કહ્યુ કે હનુમાનજી દલિત નહિ આર્ય જાતિના મહાપુરુષ હતા.

‘હનુમાન આર્ય જાતિના હતા'
સત્યપાલ સિંહે કહ્યુ કે ભગવાન રામ અને હનુમાનજીના યુગમાં આ દેશમાં કોઈ વર્ણવ્યવસ્થા નહોતી. કોઈ દલિત, વંચિત, શોષિત નહોતુ. વાલ્મિકી રામાયણ અને રામચરિત માનસમાં તમે જો વાંચશો તો તમને માલુમ પડશે કે તે વખતે કોઈ જાતિ વ્યવસ્થા નહોતી. તેમણે કહ્યુ કે ભગવાન હનુમાન આર્ય જાતિના હતા અને તે વખતે માત્ર આર્ય જાતિ જ હતી.

‘યોગી આદિત્યનાથે ભગવાન હનુમાનને દલિત ગણાવ્યા હતા'
તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા જ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજસ્થાનના માલાખેડામાં એક જનસભાને સંબોધિત કરતા યુપીના સીએમ યોગી આદિત્યનાથે ઘણી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બ્રાહ્મણ સમાજે સીએમ યોગીને નોટિસ આપીને પોતાના નિવેદન માટે માફી માંગવાની માંગ પણ કરી છે.

યોગી આદિત્યનાથના નિવેદન બાદ ગરમાયુ રાજકારણ
યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે બજરંગબલી એક એવા લોકદેવતા છે જે સ્વયં નિવાસી છે, ગિર વાસી છે, દલિત છે અને વંચિત છે. યોગી આદિત્યનાથના નિવદન પર ભાજપના નેતાઓએ મૌન ધારણ કરી લીધુ છે. પાર્ટીના વરિષ્ઠ નેતા ખુલીને કંઈ કહેવા પર સંકોચ અનુભવી રહ્યા છે જ્યારે યુપી ભાજપના અમુક નેતા સીએમ યોગીના નિવેદન સાથે સંમત જોવા મળી રહ્યા છે. વળી, વિપક્ષી દળ આ નિવેદન પર ભાજપને ઘેરવાની તૈયારીમાં છે.












Click it and Unblock the Notifications
