Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'અનલૉક' થઈ રહ્યો છે દેશ, આ રાજ્યોને છોડીને આજથી દેશભરમાં લૉકડાઉનમાં ઢીલ

કેન્દ્ર સરકાર તરફથી લૉકડાઉન 5ને અનલૉકનુ નામ આપવામાં આવ્યુ છે. એટલે કે દેશ હવે ધીમે ધીમે ખુલવાની દિશામાં આગળ વધી રહ્યો છે.

કેન્દ્ર સરકાર તરફથી લૉકડાઉન 5ને અનલૉકનુ નામ આપવામાં આવ્યુ છે. એટલે કે દેશ હવે ધીમે ધીમે ખુલવાની દિશામાં આગળ વધી રહ્યો છે. સરકાર દ્વારા ગાઈડલાઈન્સ જારી કરી દેવામાં આવી છે. લૉકડાઉન 5માં લોકોને ઘણી છૂટ મળી છે પરંતુ અમુક પ્રતિબંધો પણ હજુ ચાલુ રાખવામાં આવ્યા છે. અનલૉક 1માં સરકારે અવરજવર સરળ કરી દીધુ છે અને રાજ્યો વચ્ચે આવવા-જવા માટે પાસ(ઈ પાસ)ને ખતમ કરી દેવામાં આવ્યો છે. જો કે રાજ્યોને છૂટ આપવામાં આવી છે. તે પોતાના મુજબ આના પર નિર્ણય લઈ શકે છે. કેન્દ્ર સરકારે કન્ટેનમેન્ટ ઝોન સુધી પોતાના પ્રતિબંધોને સીમિત રાખ્યા છે. વળી, મૉલ્સ, ધાર્મિક સ્થળો વગેરેને ખોલવાના નિર્દેશ આપ્યા છે.

આજથી ખુલ્યો દેશ

આજથી ખુલ્યો દેશ

કેન્દ્ર સરકારે દેશને ત્રણ તબક્કામાં ખોલવાનો નિર્ણય લીધો છે જેના પહેલા અનલૉકની ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન બાદ આજે અનલૉક 1નો પહેલો દિવસ છે. સોમવાર 1 જૂનથી આખા દેશમાં કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન લાગુ થઈ ગઈ છે જે 30 જૂન સુધી ચાલુ રહેશે. નવી ગાઈડલાઈનમાં આજે એટલે કે 1 જૂનથી લૉકડાઉનમાં ઘણી હદ સુધી ઢીલ આપવામાં આવી છે. લોકોની અવરજવરને સરળ કરી દેવામાં આવી છે. બીજા રાજ્યોમાંથી આવતા લોકો માટે બૉર્ડર ખોલી દેવામાં આવી છે, જો કે અમુક રાજ્યોએ હજુ પણ સીમાને સીલ કરી રાખી છે. મહારાષ્ટ્ર, તમિલનાડુએ આની મંજૂરી આપી નથી.

આ રાજ્યોમાં નથી મળી છૂટ

આ રાજ્યોમાં નથી મળી છૂટ

યુપી સરકારે પોતાના રાજ્યમાં ઈ-પાસ સિસ્ટમને ખતમ કરી દીધી છે અને આંતરરાજ્ય અવરજવરની છૂટ આપવામાં આવી છે. વળી, યુપી ગાઝિયાબાદમાં દિલ્લી પાસેની બૉર્ડરને હજુ પણ સીલ રાખવામાં આવી છે. દિલ્લીથી અવરજવર રોકવામાં આવી છે કારણકે દિલ્લીમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. વળી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં હજુ પણ પ્રતિબંધ ચાલુ રહેશે. વાસ્તવમાં અહીં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. આ રાજ્યોએ લૉકડાઉનને 30 જૂન સુધી લંબાવી દીધુ છે. વળી, બિહાર સરકારે પણ પ્રતિબંધને ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. વળી, ઉત્તર-પૂર્વના અમુક રાજ્યોએ પણ આંતરરાજ્ય અવરજવર પર પ્રતિબંધ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. વળી, મધ્ય પ્રદેશ સરકારે 8 જૂનથી ઈન્ટરેસ્ટ ટ્રાન્સપોર્ટને અનુમતિ આપી છે. વળી, છત્તીસગઢ સરકારે પણ આંતરરાજ્ય અવરજવર પર પ્રતિબંધ ચાલુ રાખ્યો છે.

આજથી ખુલશે ટુરિસ્ટ પ્લેસ અને ઑફિસ

આજથી ખુલશે ટુરિસ્ટ પ્લેસ અને ઑફિસ

રાજસ્થાન સરકારે 1 જૂનથી બધા પર્યટન સ્થળો ખોલી દેવાનો નિર્ણય કર્યો છે. અત્યારે પર્યટન સ્થળ પર મફતમાં એન્ટ્રી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વળી, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં આજથી સરકારી અને ખાનગી ઑફિસોને સંપૂર્ણપણે ખોલવામાં આવશે. યુપીની સરકારી ઑફિસોમાં 100 ટકા હાજરી સાથે ઑફિસ ખોલવામાં આવી છે. જો કે અહીં ત્રણ શિફ્ટમાં કામ થશે જેથી ભીડ ઓછી થાય અને કર્મચારીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટંસીંગ લાગુ કરી શકાય.

આજથી ચાલશે 200 ટ્રેનો, યુપીમાં દોડશે બસો

આજથી ચાલશે 200 ટ્રેનો, યુપીમાં દોડશે બસો

વળી,આજથી ભારતીય રેલવેએ 200 પેસેન્જર ટ્રેનોના પરિચાલન કરવા જઈ રહી છે. 21 મેથી ટ્રેનોમાં ટિકિટ બુકિંગ શરૂ થઈ ચૂક્યુ છે. વળી, આ ટ્રેનોમાં હવે તત્કાલ ટિકિટોનુ બુકિંગ પણ શરૂ થઈ ગયુ છે. વળી, એડવાન્સ ટિકિટ બુકિંગનો સમયને 30 દિવસથી વધારીને 120 દિવસ કરી દેવામાં આવ્યો છે. વળી, ઉત્તર પ્રદેશ સરકારે 1 જૂનથી રાજ્યની અંદર બસ સેવાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. વળી, યુપીમાં બધી દુકાનો સવારે 9 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી ખુલશે. વળી, હરિયાણા સરકારે 1 જૂનથી આંતરરાજ્ય સીમાઓને ખોલવાનો નિર્ણય કર્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X