ઉન્નાવ: કુલદીપ સિંહ સેંગરનો નાર્કો ટેસ્ટ કરવામાં આવી શકે છે

ઉન્નાવ ગેંગરેપ મામલે આરોપી ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગરનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવી શકે છે.

ઉન્નાવ ગેંગરેપ મામલે આરોપી ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગરનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવી શકે છે. કુલદીપ સિંહ સેંગરે નાર્કો ટેસ્ટ કરવા માટે સીબીઆઈ સામે હા પાડી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગરે મૌખિક રીતે જાંચ એજેન્સી સામે નાર્કો ટેસ્ટ કરવા માટે હા પાડી છે. આરોપી વિધાયકના વકીલ ઘ્વારા લેખિતમાં સહમતી આપ્યા પછી ટેસ્ટ કરાવવામાં આવશે. હજુ સુધી સીબીઆઈ અધિકારીઓ ઘ્વારા આ બાબતે કોઈ જ જાણકારી આપવામાં આવી નથી.

સીબીઆઈ જાંચ કરી રહી છે

સીબીઆઈ જાંચ કરી રહી છે

ઉન્નાવ ગેંગરેપ મામલે સીબીઆઈ જાંચ કરી રહી છે. સીબીઆઈ ઘ્વારા વિધાયકની ધરપકડ કર્યા પછી તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાંથી 14 એપ્રિલ દરમિયાન તેને સાત દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ મામલે વિધાયકની સહયોગી શશી ની પણ ધરપકડ કરવામાં આવી છે. શશી સિંહ પોલીસ રિમાન્ડ પર છે. પીડિતાના પિતાની પીટાઈ અને હત્યા અંગે પણ સીબીઆઈ જાંચ કરી રહી છે.

વિધાયકનો ભાઈ અને સહયોગી રિમાન્ડ પર

વિધાયકનો ભાઈ અને સહયોગી રિમાન્ડ પર

ઉન્નાવ રેપ કેસ અને પીડિતાના પિતાની હત્યાના આરોપમાં ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગરના ભાઈ અતુલ સિંહને સીબીઆઈ વિશેષ અદાલત ઘ્વારા 4 દિવસ માટે પોલીસ હિરાસતમાં મોકલવામાં આવ્યો છે. અતુલ સિંહ પર પીડિતાના પિતા સાથે મારપીટનો મામલો છે જેમાં તેમની મૌત થયી હતી. પીડિતાના પિતાની પોલીસ કસ્ટડીમાં મૌત થયી હતી.

કાનપુર માં હતા

કાનપુર માં હતા

પૂછપરછ દરમિયાન વિધાયકે જણાવ્યું કે બળાત્કાર સમયે 4 જૂન 2017 દરમિયાન તેઓ કાનપુર સમારંભમાં હતા. તેની વીડિયો ફૂટેજ પણ તેઓ જોઈ શકે છે. તેમની સુરક્ષામાં લાગેલા પોલીસ સુરક્ષાકર્મીઓ અને તેમના સેલફોન રેકોર્ડ પણ ચેક કરી શકો છો. તેમને જણાવ્યું કે એક મિત્રના ઘરે જન્મદિવસમાં ભાગ લેવા માટે તેઓ કાનપુર ગયા હતા.

આ ધારાઓમાં કેસ નોંધાયો છે

આ ધારાઓમાં કેસ નોંધાયો છે

વિધાયક પર બળાત્કારનો આરોપ છે. શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટી વિધાયક કુલદીપ સિંહ સેંગર પર એફઆઈઆર નોંધવામાં આવી ના હતી. પરંતુ મીડિયામાં આખો મામલો આવ્યા પછી એસઆઈટી બનાવવામાં આવી. એસઆઈટી રિપોર્ટ પછી વિધાયક પર ધારા 363, 366, 376, 506 અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

યુપી સરકાર પર સવાલ ઉભા થયા

યુપી સરકાર પર સવાલ ઉભા થયા

ધ્યાન આપવા જેવી બાબત છે કે છેલ્લા ઘણા મહિનાથી આ મામલો યુપી સરકાર પાસે હતો. પરંતુ આરોપી ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગરની ધરપકડ તો ખુબ જ દૂરની વાત છે સરકાર તેની પુછપરછ પણ કરતી ના હતી. ત્યારપછી આ મામલો સીબીઆઈ ને સોંપવામાં આવ્યો. સીબીઆઈ ઘ્વારા થોડા જ કલાકોમાં સેંગરની ધરપકડ કરી લેવામાં આવી. જેના કારણે યોગી સરકાર પર સવાલ ઉભા થવા લાગ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X