ઉન્નાવ ગેંગરેપઃ પીડિતાના પિતા બોલ્યા- જેના પર વિશ્વાસ કર્યો, તેણે જ દગો આપ્યો

ઉન્નાવ ગેંગરેપઃ પીડિતાના પિતા બોલ્યા- જેના પર વિશ્વાસ કર્યો, તેણે જ દગો આપ્યો

ઉન્નાવઃ આજે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં હૈદરાબાદ જેવી ઘટના બની છે. અહીં ગેંગરેપના બે આરોપીઓએ પોતાના ત્રણ સાથીઓ સાથે મળીને પીડિતાને જીવતી સળગાવી દીધી. જેનાથી પીડિતાનું 90 ટકા શરીર બળી ગયું છે. જેને જિલ્લા હોસ્પિટલથી લખનઉના ટ્રામા સેન્ટરમાં રેફર કરી દેવામાં આવી છે. ડૉક્ટરોનું કહેવું છે કે પીડિતાની હાલત બહુ ગંભીર છે, આગામી 48 કલાક ઘણા મહત્વના છે.

તમામ આરોપીની ધરપકડ

તમામ આરોપીની ધરપકડ

પોલીસે મુખ્ય આરોપી શિવમ ત્રિવેદી સહિત તમામ પાંચની ધરપકડ કરી લીધી છે. હવે આ મામલે પીડિતાના પિતાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે તેઓ જેને ગામનો બાળક સમજીને ઘરમાં આવવા દેતા હતા, તેણે જ વિશ્વાસઘાત કર્યો. તેણે પોતાની દીકરીને પ્રેમ જાળમાં ફસાવી અને પછી જીવતી સળગાવી દીધી.

બધુ એક વર્ષ પહેલા શરૂ થયું

બધુ એક વર્ષ પહેલા શરૂ થયું

પીડિતાના પિતાએ જણાવ્યું મામલો એક વર્ષ જૂનો છે. મુખ્ય આરોપી શિવમ ત્રિવેદી તેમના ઘરે આવતો-જતો રહેતો. દીકરીને પ્રેમ જાળમાં ફસાવી તે એક દિવસ રાયબરેલી લઈ ગયો, જ્યાં તેનો રેપ કરી વીડિયો બનાવ્યો. તેમણે કહ્યું કે આરોપી શિવમે વીડિયોને સાર્વજનિક કરવાની ધમકી આપી પીડિતા પર કેટલીય વખત ઉત્પિડન કર્યું હતું.

અનેકવાર રેપ કર્યો

અનેકવાર રેપ કર્યો

તેમણે કહ્યું કે એક દિવસ શિવમ તેમની દીકરીને લઈને ભાગી ગયો, બે મહિના સુધી અલગ-અલગ શહેરોમાં ફરતો રહ્યો અને તેનો રેપ કરતો રહ્યો. પછી 9 જાન્યુઆરી 2018ના રોજ રાયબરેલી સિવિલ કોર્ટ લઈ જઈ વૈવાહિક અનુબંધ પત્ર તૈયાર કરાવ્યું. આરોપી તેમની દીકરી સાથે એક મહિના સુધી રાયબરેલીમાં રહ્યો અને પછી ઉન્નાવમાં છોડી ગયો. જ્યારે પીડિતાએ લગ્ન કરવાનું કહ્યું તો તેને ધમકીઓ આપતો શરૂ થઈ ગયો.

આરોપી શિવમ મારપીટ પણ કરતો હતો

આરોપી શિવમ મારપીટ પણ કરતો હતો

પીડિતાના પિતાએ કહ્યું કે શિવમ રાયબરેલીમાં તેને ઘરેથી નહોતો નિકળવા દેતો, તે પીડિતા સાથે મારપીટ કરતો હતો. તેને ક્યાંય એકલી નહોતો જવા દેતો. બાદમાં જ્યારે દીકરી ઘરે પાછી આવી તો અમે લગ્ન માટે દબાણ બનાવ્યું પરંતુ તે ધમકીઓ આપવા લાગ્યો. આવું એક વર્ષ સુધી ચાલ્યું. આ બધાથી પરેશાન થઈ પોતાના ફઈ પાસે રાયબરેલી ચાલી ગઈ હતી.

ફઈના ઘરે પણ પહોંચ્યો

ફઈના ઘરે પણ પહોંચ્યો

આરોપી શિવમ પીડિતાના ફઈના ઘરે પણ પહોંચી ગયો. તે 12 ડિસેમ્બર 201ના રોજ ત્યાં પહોંચ્યો અને તેને લગ્નની લાલચ આપી. શિવમે તેને મંદિરે જવા કહ્યું, પીડિતા વિશ્વાસ કરીને તેની સાથે ચાલી ગઈ. તે મંદિરે લઈ જવાને બદલે ખેતરમાં લઈ ગયો અને ત્યાં તેની સાથે ગેંગરેપ કર્યો.

પોલીસ પર આરોપ લગાવ્યો

પોલીસ પર આરોપ લગાવ્યો

પીડિતાના પિતાએ પોલીસ પર પણ કેટલાય આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે તેમની દીકરીએ બધી વાત પોતાની ફઈને જણાવી તો તેઓ તેને રાયબરેલીના લાલગંજ પોલીસ સ્ટેશને લઈ ગયા હતા, જ્યાં પોલીસને સૂચના આપી પરંતુ કાર્યવાહી ના થઈ. આ ઉપરાંત પોલીસ કમિશ્નરને પણ રજિસ્ટર્ડ ડાકથી સૂચના મોકલવામાં આવી હતી, પરંતુ છતાં કંઈ કાર્યવાહી ના થઈ. ભારે મુશ્કેલીથી 5 માર્ચ 2019ના રોજ એફઆઈઆર નોંધવામાં આવી. પીડિતાના પિતાએ આ બધી જાણકારી પોલીસને નોંધાયેલ એફઆઈઆરમાં જણાવી છે.

સળગતી સળગતી એક કિલોમીટર સુધી ચાલી

સળગતી સળગતી એક કિલોમીટર સુધી ચાલી

જણાવવામાં આવી રહ્યં છે કે પીડિતા 90 ટકા સુધી સળગી ગઈ હોવા છતા એક કિલોમીટર સુધી ચાલી. તેણે ખુદ પોલીસને ફોન કર્યો અને આરોપીઓના નામ જણાવ્યાં. જે બાદ પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. બાદમાં એક-એક કરી બધા આોપી પકડાય ગયા છે. ગેંગરેપ કરનાર મુખ્ય આરોપી શિવમ અને તેના મિત્રને ત્રણ દિવસ પહેલા જ જામીન મળ્યા હતા. આજે પીડિતા મામલાની સુનાવણી માટે કોર્ટ જઈ રહી હતી, ત્યારે જ બંનેએ પોતાના ત્રણ સાથીઓ સાથે મળી પીડિતાને જીવતી સળગાવી દીધી હતી.

રેપનો મામલો નોંધાવ્યો હતો

રેપનો મામલો નોંધાવ્યો હતો

પીડિતાએ માર્ચમાં જ ગેંગરેપનો મામલો નોંધાવ્યો હતો. જેની વિરુદ્ધ કેસ નોંધાયો હતો તેમણે પોતાના સાથીઓ સાથે મળીને પીડિતા પર હુમલો કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પીડિતાને જામીન પર છૂટીને આવેલા બે આરોપીઓએ પોતાના ત્રણ સાથીઓ સાથે મળીને જીવતી સળગાવી દીધી.

પ્રિયંકા ગાંધીએ ઘટનાનો વિરોધ કર્યો

પ્રિયંકા ગાંધીએ ઘટનાનો વિરોધ કર્યો

પ્રિયંકા ગાંધીએ ઘટનાનો વિરોધ કરતા ટ્વીટ કર્યું કે, 'કાલે દેશના ગૃહમંત્રી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ સફેદ જૂઠ બોલ્યા કે યૂપીની કાનૂન વ્યવસ્થા સારી થઈ ચૂકી છે. દરરોજ આવી ઘટનાઓ જોઈ મનમાં રોષ થાય છે. ભાજપ નેતાઓએ પણ ખોટા પ્રચારથી બહાર નીકળવું જોઈએ.'

શું કહે છે ડૉક્ટર?

શું કહે છે ડૉક્ટર?

પીડિતાને સવારે 10.30 વાગ્યે લખનઉના સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી. અહીં ડૉક્ટર ડીએસ નેગી મુજબ 90 શરીર બળી ગયું છે, હાલત ગંભીર છે. પીડિતા બર્ન યૂનિટમાં દાખલ છે. તેને જોવા એડીજી જોન એસએન સાવંત સિવિલ હોસ્પિટલે પહોંચ્યા. ડૉક્ટર નેગીનું કહેવું છે કે પીડિતા 90 ટકા બળી ગઈ છે અને તેના ઈલાજ માટે આખી ટીમ લગાવી રાખી છે. તેનો ઈલાજ સિવિલ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ડૉ. પ્રદીપ તિવારી કરી રહ્યા છે. ઉન્નાવથી પીડિતાનો પરિવાર કડક સુરક્ષામાં સિવિલ હોસ્પિટલે પહોંચ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X