ઉન્નાવ રેપ કેસમાં આરોપી વિધાયક કુલદીપ સિંહ સેંગરને ભાજપાએ કાઢી મુક્યો
ઉન્નાવ રેપ કેસમાં આરોપી વિધાયક કુલદીપ સિંહ સેંગરને ભાજપાએ પાર્ટીની બહારનો રસ્તો બતાવી દીધો છે.
ઉન્નાવ રેપ કેસમાં આરોપી વિધાયક કુલદીપ સિંહ સેંગરને ભાજપાએ પાર્ટીની બહારનો રસ્તો બતાવી દીધો છે. કુલદીપ સિંહ સેંગર અંગે સતત થઇ રહેલા વિરોધને અંતે પાર્ટીએ આ નિર્ણય લીધો છે. આપને જણાવી દઈએ કે કુલદીપ સિંહ સેંગર ઉન્નાવના બંગારમાઉં થી ભાજપા વિધાયક છે તેઓ હાલમાં જેલમાં છે.
કુલદીપ સિંહ સેંગર પર બળાત્કારનો આરોપ છે રેપ પીડિતાનો હાલમાં કેજીએમયુ માં ઉપચાર ચાલી રહ્યો છે. આપને જણાવી દઈએ કે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પીડિતાના પરિજનો સાથે મુલાકાત કરીને વિધાયક સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ધરના પર બેઠા પરિજનો
ટ્રામા સેન્ટર બહાર ધરના પર બેઠેલી પીડિતાની બહેનનો આરોપ છે કે જેલમાં બંધ ભાજપા વિધાયક કુલદીપ સિંહ સેંગર આ કેસને ખતમ કરવા માટે આખા પરિવારની હત્યા કરવા માંગે છે. તેને કહ્યું કે પરિવારને સતત ધમકીઓ મળી રહી હતી. પીડિતાની બહેન અનુસાર વિધાયકના લોકો કેસ પાછો લેવા માટે તેમના પર દબાણ કરી રહ્યા હતા. પીડિતાની બહેને કહ્યું કે જો તેમના કાકાને પેરોલ નહીં મળે અને તેમના પર લાગેલા કેસ પાછા લેવામાં નહીં આવે તો તેઓ દુર્ઘટનામાં મૃત કાકીનો અંતિમ સંસ્કાર નહીં કરે.

ઓવૈસીએ સવાલ ઉઠાવ્યો
ઓવૈસીએ ભાજપ પર તીખો હુમલો બોલતા કહ્યું કે જેવી રીતે ગેંગરેપ થયા બાદ પણ સેંગર ભાજપમાં બન્યા રહ્યા, આ શર્મનાક છે. તેમણે કહ્યું કે તેઓ એક્સિડેન્ટથી આશ્ચર્યચકિત નથી કેમ કે છોકરીએ પહેલા કહ્યું હતું કે તેનો જીવ ખતરામાં છે. આ કારણ જ છે કે છોકરીને પોલીસ પર ભરોસો નથી અને તેણે સીબીઆઈ તપાસની માંગ કરી હતી. ઓવૈસીએ કહ્યું કે રવિવારે થયેલ અકસ્માતને ગંભીરતાથી લેવાની જરૂરત છે, ભાજપે આ અકસ્માતને ગંભીરતાથી લેવો જોઈએ.

કેસ નોંધાયો
ઉલ્લેખનીય છે કે પીડિતાના કાકા હાલ રાયબરેલીની જિલ્લા જેલમાં કેદ છે. એફઆઈઆરમાં ધારાસભ્ય કુલદિપ સિંહ અને તેના ભાઈ મનોજ સેંગરનું નામ પણ નોંધાયેલ છે. આ મામલામાં 10 નામજદ અને 15-20 અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે ઉન્નાવ રેપ કેસની પીડિતા પોતાના પરિવાર અને વકીલ સાથે રાયબરેલી જેલમાં બંધ પોતાના કાકાને મળવા જઈ રહી હતી. રસ્તામાં તેમની કારને તેજ રફ્તારે આવતી ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. ઘટનામાં પીડિતાની કાકી અને મોસી મૃત્યુ પામ્યા, જ્યારે પીડિતા અને વકીલ ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે કહ્યુ્ં કે વાહન વિપરીત દિશામાં આવી રહ્યાં હતાં અને વરસાદને કારણે સ્પષ્ટ દેખાઈ ન રહ્યું હોવાથી ટક્કર થઈ.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
