ઉન્નાવ રેપ કેસઃ તીસ હજારી કોર્ટે ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સામે આરોપ કર્યા નક્કી

દિલ્લીની તીસ હજારી કોર્ટે ભાજપના સસ્પેન્ડ કરાયેલ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સામે ઉન્નાવ રેપ કેસમાં આરોપ નક્કી કરી દીધા છે.

દિલ્લીની તીસ હજારી કોર્ટે ભાજપના સસ્પેન્ડ કરાયેલ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર સામે ઉન્નાવ રેપ કેસમાં આરોપ નક્કી કરી દીધા છે. શુક્રવારે દિલ્લીની કોર્ટે કહ્યુ કે તેમની સામે આરોપ નક્કી કરવા માટે પૂરતા પુરાવા છે. કોર્ટે સેંગર સામે સગીર પર રેપ ઉપરાંત અન્ય આરોપ પણ નક્કી કર્યા. કોર્ટે ધારાસભ્ય સામે આઈપીસીની કલમ 120બી, 363, 366, 109, 376 (આઈ) અને પોક્સો એક્ટ 3 અને 4 હેઠળ આરોપ નક્કી કર્યા છે.

કુલદીપ સિંહ સેંગર સામે રેપના આરોપ નક્કી

કુલદીપ સિંહ સેંગર સામે રેપના આરોપ નક્કી

આ કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ પર આરોપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને દિલ્લીની તિહાર જેલમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. કાર એક્સીડન્ટમાં ઘાયલ પીડિતાને પણ ઈલાજ માટે એમ્સ લાવવામાં આવ્યા છે જ્યાં તેમનો ઉપચાર ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઉન્નાવ ગેંગરેપની તપાસ સીબીઆઈ કરી રહી છે. સીબીઆઈએ અદાલતને સુનાવણી દરમિયાન જણાવ્યુ કે પીડિતાના યુપીના મુખ્યમંત્રીને માહિતી આપવા છતાં 12 જાન્યુઆરી, 2018 સુધી આ કેસમાં કંઈ થયુ નહોતુ. પીડિતાની માએ કોર્ટનો દરવાજો ખખડાવ્યા બાદ આ કેસમાં કાર્યવાહી થઈ. સીબીઆઈના જણાવ્યા અનુસાર 3 એપ્રિલ 2018ના રોજ ઉન્નાવની કોર્ટમાં પીડિતાના પિતા પોતાનુ નિવેદન નોંધાવવા હાજર થયા પરંતુ પોલિસે આ કેસમાં આરોપો પાયાવિહોણા ગણાવ્યા અને તે જ દિવસે પીડિતાના પિતાને આર્મ્સ એક્ટમા કસ્ટડીમાં લઈ લીધા.

સુપ્રીમ કોર્ટે આપ્યા નિર્દેશ

સુપ્રીમ કોર્ટે આપ્યા નિર્દેશ

સુપ્રીમ કોર્ટે સીબીઆઈને આદેશ આપ્યા કે પીડિતાના પરિવારની રહેવા માટે યોગ્ય વ્યવસ્થા એમ્સની આસપાસ કરવામાં આવે. આ સાથે જ કોર્ટે સીબીઆઈના સાક્ષીઓની સુરક્ષા પર સીલ બંધ રિપોર્ટ માંગ્યો છે. દિલ્લીની તીસ હજારી કોર્ટે સાક્ષીઓના કેસમાં ઉત્તર પ્રદેશના ડીજીપીને પણ નિર્દેશ આપ્યા છે. આ સાથે જ પીડિતના વકીલોને કેસ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજ આપવાના પણ આદેશ આપ્યા છે. સીબીઆઈએ સુનાવણી દરમિયાન કોર્ટને જણાવ્યુ હતુ કે શશિ સિંહ પીડિતાને નોકરી અપાવવાના બહાને કુલદીપ સિંહ સેંગરના ઘરે લઈ ગયો.

શું છે સમગ્ર કેસ?

શું છે સમગ્ર કેસ?

ઉલ્લેખનીય છે કે ઉન્નાવમાં માખી પોલિસ સ્ટેશન ક્ષેત્રમાં રહેતી પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે ઉન્નાવના બાંગરમઉથી ચાર ધારાસભ્યના ભાજપ ધારાસભ્ય કુલદીપ સેંગરે વર્ષ 2017માં પોતાના ઘરે તેની સાથે બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ તેના પિતાને પોલિસ પકડીને લઈ ગઈ જ્યાં કસ્ટડી દરમિયાન તેમનુ મોત થઈ ગયુ. મોત પહેલા કુલદીપ સિંહ સેંગરના ભાઈ અતુલ સેંગર અને તેના લોકોએ પોલિસ કસ્ટડીમાં જ પિતાની પિટાઈ કરી હતી. પીડિતાએ જ્યારે યોગી આદિત્યનાથના ઘરની બહાર કથિત રીતે આત્મદાહનો પ્રયત્ન કર્યો ત્યારે આ કેસ સામે આવ્યો હતો. કુલદીપ સિંહ સેંગર એક વર્ષથી જેલમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X