ઉન્નાવ રેપ કેસમાં સાક્ષીની લાશ કબરમાંથી બહાર કાઢવામાં આવી
ઉન્નાવ રેપ કેસમાં જે રીતે સાક્ષીની રહસ્યમય પરિસ્થિતિમાં મૌત થઇ ગયી. ત્યારપછી સાક્ષી યુનિસ ખાનની લાશ કબરમાંથી ખોદીને બહાર કાઢવામાં આવી છે.
ઉન્નાવ રેપ કેસમાં જે રીતે સાક્ષીની રહસ્યમય પરિસ્થિતિમાં મૌત થઇ ગયી. ત્યારપછી સાક્ષી યુનિસ ખાનની લાશ કબરમાંથી ખોદીને બહાર કાઢવામાં આવી છે. તેની સાથે લાશને શનિવારે રાત્રે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે બુધવારે યુનિસની મૌત થઇ ચુકી હતી, ત્યારપછી તેની લાશને દફન કરી દેવામાં આવી હતી. પરંતુ યુનિસની મૌત પર સવાલ ઉઠ્યા પછી તેની લાશ કબરમાંથી બહાર કાઢવામાં આવી છે.

મુસ્લિમ ધર્મગુરુની દેખરેખમાં લાશ કાઢવામાં આવી
આપને જણાવી દઈએ કે પોલીસની ટીમે યુનિસના પરિવાર પાસે લાશ કાઢવાની પરમિશન માંગી. પોલીસના અનુરોધ કરવા છતાં પણ પરિવાર તેના માટે તૈયાર થયો નહીં. પરંતુ શનિવારે મોડી રાત્રે પોલીસે મુસ્લિમ ધર્મગુરુની દેખરેખમાં લાશ કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. લાશ બહાર કાઢ્યા પછી આખા વિસ્તારમાં તણાવ વધી ગયો છે. ત્યારપછી તે વિસ્તારમાં ભારે પોલીસદળ હાજર કરી દેવામાં આવ્યું છે.

પરિવાર તૈયાર ના હતો
ધ્યાન આપવા જેવી બાબત છે કે આ પહેલા શનિવારે પોલીસ અને પ્રશાશન અધિકારીઓ લાશને કબરમાંથી બહાર કાઢવા માટે માખી ગામ પહોંચ્યા હતા. પરંતુ સાક્ષી યુનિસના પરિવારે લાશને બહાર કાઢવાથી ઇન્કાર કરી દીધો. પરિવારે જણાવ્યું કે મુસ્લિમ ધર્મ એક વાર દફનાવ્યાં પછી તેને બહાર કાઢી નહીં શકાય. પોલીસ અને પ્રશાશન ઘ્વારા તેમને સમજાવવામાં માટે ઘણા પ્રયાસ કરવામાં આવ્યા પરંતુ પરિવારે શવ બહાર કાઢવાથી સાફ ઇન્કાર કરી દીધો.

પેટમાં કોઈ સમસ્યા હતી
ઉત્તરપ્રદેશ સરકારે સીબીઆઈ સાથે જે માહિતી શેર કરી છે. તેના અનુસાર આ મામલે સાક્ષી યુનિસ માખી ગામમાં પરચુરણની દુકાન ચલાવતો હતો, જ્યાં વિધાયક સેંગર અને પીડિતા રહેતી હતી. યુનિસ છેલ્લા કેટલાક દિવસથી ગાયબ હતો, તેના પેટમાં કોઈ સમસ્યા હતી જેના પછી ગયા અઠવાડિયે તેની મૌત થઇ ગયી. આ ઘટના સામે આવ્યા પછી જર્મનીથી પાછા આવેલા રાહુલ ગાંધી એ ટવિટ કરીને જણાવ્યું કે સાક્ષીની મૌત રહસ્યમય હાલતમાં થયી છે. તેનું પોસ્ટમોર્ટમ કર્યા વિના જ તેને દફન કરી દેવામાં આવ્યો.

અચાનક યુનિસની મૌત થઇ ગયી
ઉન્નાવ રેપ કેસમાં પીડિત યુવતીના પિતાની 9 એપ્રિલે માખી પોલીસ સ્ટેશને પીટાઈ દરમિયાન મૌત થઇ ગયી હતી. આ મામલે યુનિસ સાક્ષી હતો. યુવતીના કાકા ઘ્વારા જણાવવામાં આવ્યું કે સીબીઆઈ ઘ્વારા મૃતકનું નિવેદન લેવામાં આવ્યું હતું. ગયા શનિવારે અચાનક યુનિસની મૌત થઇ ગયી. ત્યારપછી કોઈને પણ જાણકારી આપ્યા વિના લાશ દફનાવી દેવામાં આવી.

કેસની ગંભીરતાને જોતા લેવાયો નિર્ણય
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ શબનું પોસ્ટમોર્ટમ કરાયા વિના દફન કરવા મામલે ટીકા કરી હતી. સીબીઆઈએ પણ આ અંગે ડીજીપીની પૂછપરછ કરી હતી. મામલાની ગંભીરતાને જોતા ડીજીપીએ સીબીઆઈને ઘટનાની જાણકારી આપી. કાયદાકીય સલાહ સૂચન કરાયા બાદ શબનું પોસ્ટમોર્ટમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. એડીજી લખનઉ ઝોને પોલિસ અધિક્ષકને યુનૂસ ખાનના શબને કબરમાંથી કાઢીને પોસ્ટમોર્ટમ કરવવાનો નિર્દેશ આપ્યો.

ઉન્નાવ ગેંગરેપ કેસ ફરીથી ચર્ચામાં
આ કેસમાં આરોપી ભાજપ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર પર દુષ્કર્મ પીડિતાના કાકાએ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યુ છે કે જેલમાં રહીને ધારાસભ્યએ મુખ્ય સાક્ષીની હત્યા કરાવી દીધી છે. આ અંગે દુષ્કર્મ પીડિતાના કાકાએ પોલિસ અધિક્ષકને એક ફરિયાદ પત્ર આપ્યો છે. આ બાબતે કહેવામાં આવ્યુ છે કે જે મુખ્ય સાક્ષીની હત્યા કરી દેવામાં આવી છે તેને પોસ્ટમોર્ટમ કર્યા વિના જ દફનાવી દેવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
