દિલ્હીમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ, 9 ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ

Unseasonal rain

નવી દિલ્હી : હાલ દેશના ઘણા ભાગોમાં કમોસમી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે ત્યારે દિલ્હીમાં પણ વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. દિલ્હી-એનસીઆરના ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો છે. દિલ્હી અને આસપાસના નોઈડા સહિત ઘણા વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો. બીજી તરફ IMDએ 1 એપ્રિલ સુધી વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી છે.

વાતાવરણમાં પલટાને કારણે 9 ફ્લાઈટને દિલ્હી એરપોર્ટથી જયપુર એરપોર્ટ તરફ ડાયવર્ટ કરાઈ હોવાના પણ અહેવાલ છે. ANI અનુસાર, દિલ્હીના મયૂર વિહાર સહિતના વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર દિલ્હી-NCR વરસાદના વીડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે.

IMDના હવામાન રિપોર્ટ અનુસાર, નવા પશ્ચિમી વિક્ષોભના કારણે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારતમાં બુધવાર રાતથી વરસાદ શરૂ થવાની ધારણા છે. આ ઉપરાંત ભારતીય હવામાન વિભાગે એ 30 માર્ચથી 1 એપ્રિલ સુધી ઉત્તર પશ્ચિમ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં વરસાદ, વાવાઝોડા અને કરા પડવાની આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્વારા પહેલા જ આગાહી કરવામાં આવી છે કે, 29 માર્ચે પશ્ચિમ હિમાલય તરફ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. ગુરુવાર અને શુક્રવારે હવામાનમાં પલટો આવવાની આગાહી હતી પરંતુ એક દિવસ પહેલા જ ભારે વરસાદ પડ્યો છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X