For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનિચ્છનીય કોલ-SMS કરશો તો કપાશે ફોનનું કનેક્શન

|
Google Oneindia Gujarati News

mobile
નવી દિલ્હી, 25 મે : આશા છે કે આપને બિનજરૂરી કોલ્સ અને એમએમએસથી છૂટકારો મળી જશે. જો કોઇ મોબાઇ નંબરથી અનિચ્છનીય કોલ કરવામાં આવી અથવા એસએમએસ મોકલવામાં આવ્યો તો તે કનેક્શન તુરંત બંધ કરી દેવામાં આવશે. ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણે અનિચ્છનીય કોલ્સ-એસએમએસને રોકવા માટે આ નિર્ણય લીધો છે.

ટ્રાઇના સભ્ય આરકે આર્નોલ્ડે જણાવ્યું કે આ રીતે સબસ્ક્રાઇબર્સના નામ બ્લેક લિસ્ટમાં નાખવામાં આવશે અને બે વર્ષ સુધી કોઇ કનેક્શન આપવામાં આવશે નહીં. ટેલિકોમ કોમર્શિયલ કમ્યુનિકેશન કસ્ટમર પ્રિફરેન્સ રેગ્યુલેશન્સ, 2013માં સંશોધન કરતા ટ્રાઇએ જણાવ્યું કે કોઇ યોગ્ય ફરિયાદ મળ્યા બાદ દૂરસંચાર વિભાગ તુરંત તપાસ હાથ ધરશે. ફરિયાદ સાચી સાબિત થતા યુઝરને એલોટ કરવામાં આવેલા તમામ કનેક્શન કાપી લેવામાં આવશે. આ પ્રાવધાન તુરંત લાગૂ થઇ ગયું છે.

ટ્રાઇએ કહ્યું કે આ પગલું અનરજીસ્ટર્ડ ટેલિમાર્કેટિંગ કંપનીઓ પર લગામ લગાવવા માટે ભર્યું છે. તેમણે જણાવ્યું કે કેટલાય પ્રાઇવેટ કનેક્શન દ્વારા લોકોને કોમર્શિયલ મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. આ સંશોધન બાદ આવા કનેક્શન કાપી લેવામાં આવશે.

English summary
Unwanted calls and sms, can be cut your telephone connection.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X