For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર પ્રદેશઃ પીલીભીતમાં બસ-બોલેરો વચ્ચે ભીષણ અકસ્માત, 7ના મોત, 32 ઘાયલ

ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક મોટી દૂર્ઘટના બની ગઈ છે.

|
Google Oneindia Gujarati News

પીલીભીતઃ ઉત્તર પ્રદેશના પીલીભીતમાં એક મોટી દૂર્ઘટના બની ગઈ છે. પીલીભીતના પુરાનપુર વિસ્તારમાં બસ અને બોલેરોની ભીષણ ટક્કર થઈ છે. જેમાં 7 લોકોના મોત થઈ ગયા છે અને 32 લોકો ઘાયલ થઈ ગયા છે. આ માહિતી 17 ઓક્ટોબરની સવારે પીલીભીતના એસપીએ આપી છે. આ બાબતે વધુ માહિતી મેળવાઈ રહી છે.

pilibhit accident

ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. દૂર્ઘટના શનિવાર(17 ઓક્ટોબર) સવારે નેશનલ હાઈવે NH-730 પર બની છે. મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. હાલમાં અકસ્માતના કારણ વિશે જાણવા મળી શક્યુ નથી.

ટીવી રિપોર્ટ મુજબ સ્થાનિક લોકોએ જણાવ્યુ કે બોલેરો(પિકઅપ વેન)ના ડ્રાઇવરને ઉંઘ આવી ગઈ, આ દરમિયાન તેણે ચાલતી બસને ટક્કર મારી. ત્યારબાદ બસ પલટી ગઈ. મરનાર 7 લોકોમાંથી 6 બસના મુસાફર હતા અને એક વ્યક્તિ પિકઅપ વેનમાં બેઠો હતો.

ચીન સાથે વિવાદ વચ્ચે ભારતને વધુ એક સફળતા, પૃથ્વી 2 મિસાઈલનું સફળ પરીક્ષણચીન સાથે વિવાદ વચ્ચે ભારતને વધુ એક સફળતા, પૃથ્વી 2 મિસાઈલનું સફળ પરીક્ષણ

English summary
UP: Bus and Bolero accident in Pilibhit, 7 dead and 32 injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X